માર્ચ મહિનામાં 14470, એપ્રિલ મહિનામાં 14050 દસ્તાવેજ નોંધાયા બાદ મે મહિનામાં માંડ 13935 દસ્તાવેજ નોંધાયા
વૈશ્ર્વિક યુધ્ધ પરિસ્થિતિ વચ્ચે સતત વધી રહેલા ઇંધણના ભાવની અસર લોકોની ખરીદ શક્તિ પર પડી છે અને મોંઘવારીએ માઝા મુકતા સીધી અસર રિયલ એસ્ટેટ માર્કેટમાં જોવા મળી છે. રાજકોટ શહેર-જિલ્લાની વિવિધ સબ રજીસ્ટર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીઓમાં સતત ત્રીજા મહીને ઘટાડો જોવા મળ્યો છે. સરકારી ડેટા અનુસાર માર્ચ મહીનમાં 14470 દસ્તાવેજ નોંધાયા હતા. એપ્રિલ મહીનામાં 14050 દસ્તાવેજ નોંધાયા બાદ મે મહીનામાં માંડ 13935 દસ્તાવેજ નોંધાયા છે. જયારે મે મહીનામાં રજિસ્ટ્રેશન ફી પેટે કુલ 12.69 કરોડ અને સ્ટેમ્પ ડયુટી પેટે 74.57 કરોડની આવક નોંધાઇ છે.
રાજકોટ શહેરના મવડી, મોરબી રોડ વગેરે વિસ્તારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબી રોડ સબ કચેરી ખાતે 92.84 કરોડની આવક નોંધાઇ હતી. જયારે મવડી વિસ્તારમાં 1442 દસ્તાવેજની નોંધણી થઇ હતી.
રાજકોટ જિલ્લાના 18 સબ રજીસ્ટાર કચેરોઓના આંકડા પ્રમાણે લોધીકામાં 582, કોટડા સાંગાણીેમાં 466, રાજકોટ-5 મૌવામાં 784, રાજકોટ-6 મવડીમાં 1442, જસદણમાં 500, રાજકોટ-7 કોઠારીયામાં 894, રાજકોટ-8 રૂડામાં 882, રાજકોટ-3 રતનપરમાં 1180, જેતપુરમાં 745, ઉપલેટામાં 510, ધોરાજીમાં 337, ગોંડલમાં 1248, રાજકોટ-1માં 827, રાજકોટ-4 રૈયામાં 1032, રાજકોટ-2 મોરબીમાં 1720, પડધરીમાં 281, જામખંભાડીયામાં 126, રાજકોટ-વિંછીયામાં 109 દસ્તાવેજ નોંધાયા છે.
