રાજકોટમાં રેસી.એડિશનલ કલેકટર તરીકે જે.એચ. બારોટની નિમણૂક

રૂરલના પ્રાંત અધિકારી ચક્રવર્તી અને રૂડાના ડેપ્યુટી કલેકટર એસ.એમ. ગઢવીની બદલી ગુજરાતમાં સરકારી વહીવટી માળખામાં એક બહુ મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્ય સરકારે ગુજરાત…

રૂરલના પ્રાંત અધિકારી ચક્રવર્તી અને રૂડાના ડેપ્યુટી કલેકટર એસ.એમ. ગઢવીની બદલી

ગુજરાતમાં સરકારી વહીવટી માળખામાં એક બહુ મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સેવા (GAS) ક્લાસ-1 ના કુલ 68 અધિકારીઓની બદલી અને બઢતી (પ્રમોશન)ના ઓર્ડર એકસાથે બહાર પાડ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 1 જૂન, 2026 ના રોજ જાહેર કરાયેલા આ આદેશથી મહાનગરપાલિકાઓથી લઈને કલેક્ટર કચેરીઓ સુધીના માળખામાં મોટા ફેરફારો થયા છે, જેની સીધી અસર રાજ્યની વહીવટી કામગીરી પર જોવા મળશે.

સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશન મુજબ, આ મોટા ફેરબદલમાં સિલેક્શન અને સિનિયર સ્કેલના 16 ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ સાથે જ, જુનિયર સ્કેલના 52 અધિકારીઓને સિનિયર સ્કેલમાં સીધું પ્રમોશન આપીને નવી જગ્યાઓ પર જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટ જીલ્લામાં બદલી-બઢતી જોઇએ તો જે.એચ. બારોટ (અગાઉ પ્રાંત અધિકારી, સિદ્ધપુર, પાટણ)ને રાજકોટના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ એન.કે. મુચ્છરને આ પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરશે. ડી.ડી. જોગિયા (અગાઉ ડેપ્યુટી ડિરેક્ટર (કોમ્પ્યુટર), SPIPA, (અમદાવાદ)ને રાજકોટમાં ડેપ્યુટી ડિરેક્ટર, લેન્ડ રેકોર્ડ્સ તરીકે નિયુક્તિ મળી છે. તેઓ એમ.પી. પટેલને વધારાના ચાર્જમાંથી મુક્ત કરશે. વી.વી. ચક્રવર્તી (અગાઉ પ્રાંત અધિકારી, રાજકોટ રૂૂરલ)ની બદલી ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય્સ કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગરમાં જનરલ મેનેજર તરીકે કરવામાં આવ્યું છે.

એસ.એમ. ગઢવી (અગાઉ ડેપ્યુટી કલેક્ટર (એડમિન એન્ડ એસ્ટેટ), રાજકોટ અર્બન ડેવલપમેન્ટ અથોરિટી – RUDA, રાજકોટ)ને માંડવી-સુરત ટ્રાઇબલ એરિયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. આર.જી. ગમારા (અગાઉ પ્રાંત અધિકારી, ગોંડલ, રાજકોટ જિલ્લો)ને આણંદના એડિશનલ કલેક્ટર (નવી સર્જિત પોસ્ટ) તરીકે પદોન્નતિ સાથે નિયુક્તિ આપવામાં આવી છે. આ તમામ ફેરફારો 1 જૂન 2026થી અમલમાં આવશે. નોટિફિકેશનમાં કુલ 52 જેટલા અધિકારીઓની પદોન્નતિ અને સ્થળાંતરની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી રાજકોટ જિલ્લા સાથે સંકળાયેલા અધિકારીઓના આ ફેરફારો સ્થાનિક વહીવટ માટે ખાસ મહત્વ ધરાવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *