ખાડી યુધ્ધથી સર્જાયેલી મંદીએ સોફટવેર ઇજનેરનો જીવ લીધો

અમેરિકા-ઇરાન વચ્ચેના ખાડી યુધ્ધથી વૈશ્ર્વિક મંદિ સર્જાય હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ખાડી યુધ્ધથી સર્જાયેલી મંદીના કારણે રાજકોટમાં રહેતા લાલપુરના સોફટવેર ઇજનેરને છ માસથી કામ…

અમેરિકા-ઇરાન વચ્ચેના ખાડી યુધ્ધથી વૈશ્ર્વિક મંદિ સર્જાય હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ખાડી યુધ્ધથી સર્જાયેલી મંદીના કારણે રાજકોટમાં રહેતા લાલપુરના સોફટવેર ઇજનેરને છ માસથી કામ ધંધો નહીં મળતા જિંદગીમાં કઇ રહ્યુ નથી એટલે આ પગલુ ભરુ છુ. કોઇને દોષ દેતા નહીં તેવી સ્યુસાઇટ નોટ લખી ઝેરી દવા પી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ જામનગરના લાલપુર ગામના વતની અને હાલ રાજકોટના દૂધસાગર રોડ પર હૈદરી ચોકમાં રહેતા મુનીર કાશમભાઇ ખાખી નામના 34 વર્ષના સોફટવેર ઇજનેરે સવારના આઠેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો ત્યારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિવાર દ્વારા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી યુવકને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. જાણ થતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક મુનીર ખાખી મુળ લાલપુરનો વતની હતો. મુનીર ખાખી તેના માતા-પિતાનો આધારસ્થંભ એકનો એકનો પુત્ર અને એકલોતી બહેનનો એકનો એક ભાઇ હતો. મુનીર ખાખીને સંતાનમાં એક પુત્ર છે. મુનીર ખાખી સોફટવેર ઇજનેર હતો. સવારે મુનીર તેની પત્ની સાથે પુત્રને સ્કૂલ મુકવા ગયો હતો. અમેરિકા-ઇરાન વચ્ચેના ખાડી યુધ્ધથી સર્જાયેલી મંદિના કારણે છેલ્લા છ મહિનાથી ધંધો નહીં મળતા બેકારીના કારણે મુનીર ખાખીએ ઝેરી દવા પીધા બાદ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું. મૃતક મુનીર ખાખી પાસેથી જિંદગીમાં કઇ રહ્યુ નથી એટલે આ પગલુ ભરુ છુ, કોઇને દોષ ન દેતા તેવી સ્યુસાઇટ નોટ મળી આવી હતી. પોલીસે સ્યુસાઇટ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *