રેશનિંગના પરવાને દારોને પારાવાર મુશ્કેલી

  રાજકોટના સસ્તા અનાજના પરવાનેદારોએ ફરીપડતર પ્રશ્ર્નો અને અનાજ વિતરણ વ્યવસ્થામાં પડતી હાલાકી એં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે ઉકેલ લાવવા માંગણી કરી હતી.…

 

રાજકોટના સસ્તા અનાજના પરવાનેદારોએ ફરીપડતર પ્રશ્ર્નો અને અનાજ વિતરણ વ્યવસ્થામાં પડતી હાલાકી એં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે ઉકેલ લાવવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, અમારા રાજકોટ શહેરના પરવાનેદારોના વિવિધ મુદ્દાઓની રજૂઆત અગાઉ લેખીત રૂબરૂ કરેલ છે. છતાં હજુ સુધી એ બાબતનો નિકાલ આવેલ નથી. અમને પડતી સમસ્યા અંગેના તાત્કાલીક નિકાલ થાય એ બાબતે યોગ્ય કરવા માંગણી છે.

રજૂઆતમાં જણાવેલ છે કે, ગોડાઉનથી સસ્તા અનાજની દુકાને જે જથ્થો પહોચાડવામાં આવે છે તે સમ-ભરતી કરેલ હોવા છતાં પુરા વજનનો હોતો નથી. સસ્તા અનાજના પરવાનેદારોને ડોર સ્ટેપ ડિલીવરીના માધ્યમથી અનાજ દુકાન પર સમયસર મળતુ નથી અને પુરા વજનનું હોતુ નથી તેમજ આ જથ્થો ડોર સ્ટેપ ડિલીવરી કોન્ટ્રાક્ટરે સસ્તા અનાજની દુકાનમાં ગોઠવી આપવાની જવાબદારી હોવા છતાં આવુ કરવા માટે અમારા દુકાનદારો પાસેથી રકમ માગવામાં આવે છે.

છેલ્લા ત્રણ માસથી જે દુકાનદારોને મીનીમમ કમીશન રૂા. 20,000 મેળવવા પાત્રના ધરાવે છે આ કમીશન મેળવવા માટેની 98% વિતરણની શરત પણ પુર્ણ કરેલ હોઈ છતાં કોઈ પણ કારણોસર તફાવતનું કમીશન મેળવી શકતા નથી.

વારંવાર સર્વર ડાઉન હોવાની સમસ્યાના કારણે વિતરણમાં ખુબ જ મુશ્કેલી પડે છે. ગ્રાહકો સાથે તકરાર થાય છે તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ એજન્સીઓ માટે જુદા જુદા અલગથી બે વાર બાયોમેટ્રીક કેપ્ચર-વેરીફાઈ કરવાના થતા હોય સર્વર પર લોડ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *