રેશનિંગનું અનાજ હવે પેકેટમાં અપાશે

ભેળસેળ અટકાવવા સરકાર દ્વારા કરાઈ રહેલું આયોજન ગરીબ વર્ગને પુરૂૂ પાડવામાં આવતા અનાજ વિતરણ વ્યવસ્થા અંગે અનેક ફરિયાદો સામે આવી છે. રાજ્યમાં 72.51 લાખ કરતા…

ભેળસેળ અટકાવવા સરકાર દ્વારા કરાઈ રહેલું આયોજન


ગરીબ વર્ગને પુરૂૂ પાડવામાં આવતા અનાજ વિતરણ વ્યવસ્થા અંગે અનેક ફરિયાદો સામે આવી છે. રાજ્યમાં 72.51 લાખ કરતા વધુ પરિવારોને રાજ્ય સરકાર સસ્તું અનાજ પૂરું પાડે છે. . જેમાં કેટલીક ફરિયાદ સરકાર તરફથી આપવામાં આવતા અનાજની ક્વોલિટીને લઈને મળી છે. રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્વનું પગલું ભરવા જઈ રહી છે અને રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપવા આયોજન કરી રહી છે.

આ અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજીગ કરીને વિતરણ કરવાનું વિચારણા કરવામાં આવી છે. આવનાર બજેટમાં અનાજના પેકેજીગ કરવા માટે રકમની જોગવાઈ કરવામાં આવશે. આ ઉપરાંત પેકેજીગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી રહી છે. હાલ રાજ્યના એંએએફએસ ગ્રાહકોને કિલો, 2 કિલો, ત્રણ કિલો છૂટક અનાજ આપવામાં આવે છે. જો કે કેટલીક જગ્યાએ અનાજ બદલી દેવાતું હોય તેવી ફરિયાદો મળી છે. જેથી રાજ્ય સરકાર અનાજ, કઠોળ, ખાંડ ને પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે.


વિધાનસભા ગૃહમાં પણ સસ્તા અનાજ ચોરીને ફરિયાદોને લઈને વિપક્ષે મુદ્દા ઉઠાવ્યા હતા. ગરીબોને આપવામાં આવતા અનાજની ચોરી અટકે તે માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ પણ શરૂૂ કર્યો છે. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ દ્વારા અનાજનું વિતરણ વ્યવસ્થા એટલે કે ગોડાઉનમાંથી નીકળતા અનાજના જથ્થા પર ધ્યાન રાખી શકાય છે. જેમ કે માલવાહક સાધનમાં અનાજનો જથ્થો લઈ જવામાં આવે છે એ વાહનમાં જીપીએસ સિસ્ટમ વડે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમમાંથી મોનીટરીંગ કરવામાં આવે છે. આથી અનાજનો જથ્થો લઈને જતા વાહન ક્યાં રોકાય છે ક્યાં રૂૂટ પરથી જાય છે તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ સિસ્ટમ થકી અનાજની ચોરી અટકાવવામાં સફળતા મળી છે.

3.23 કરોડ લોકોને મળે છે અનાજ

રાજ્ય સરકારની યોજના હેઠળ અને .F.S.A..-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે કાર્ડ દીઠ 1 કિ.ગ્રા ચણા. રૂપિયા 30 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. રૂપિયા 50 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *