રાજકોટની ત્યકતા પર વંથલીના શખ્સનું દુષ્કર્મ

દારૂડિયા પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહી લગ્નની લાલચ આપી, છૂટાછેડા બાદ અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યુ રાજકોટથી જૂનાગઢ બસમાં જતી મહિલાને ડ્રાઇવર સાથે મુલાકાત…

દારૂડિયા પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહી લગ્નની લાલચ આપી, છૂટાછેડા બાદ અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યુ

રાજકોટથી જૂનાગઢ બસમાં જતી મહિલાને ડ્રાઇવર સાથે મુલાકાત થઇ, દીકરીનું અવસાન થતા ડિપ્રેશનમાં સરી પડેલી મહિલાને સાંત્વના આપી


રાજકોટમાં વધુ એક દૂષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટમાં રહેતી મહિલાને વંથલીમાં રહેતા અને રાઘવ ટ્રાવેલ્સમાં ડ્રાઇવરની નોકરી કરતા શખ્સે લગ્નની લાલચ આપી દારૂડીયા પતિ સાથે છુટાછેડા લેવડાવી લગ્નની લાલચ આપી અવાર નવાર દૂષ્કર્મ ગુજારી બાદમાં લગ્ન કરવાની ના પાડી દેતા રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.મળતી વિગતો અનુસાર, રાજકોટની ભાગોળે રહેતી ત્યકતાએ ફરિયાદમાં વંથલીના ટીમઇસ ગામમાં રહેતા અને રાઘવ ટ્રાવેલ્સમાં ડ્રાઇવરની નોકરી કરતા રાહુલ લાખાભાઇ હુંબલ સામે દૂષ્કર્મ અને મારામારી તેમજ ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે. ત્યકતાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેમને બે સંતાન છે. પોતે સિલાઇ કામ કરે છે. 2022માં પોતે સુરતથી કેશોદ રૂટની રાઘવ ટ્રાવેલ્સમાં રાજકોટથી જુનાગઢ આવતી જતી હતી ત્યારે તેમને રાહુલ હુંબલ સાથે પરિચય થયો હતો અને તેણી તેમની પાસે જ બસનું બુકીંગ કરાવતી હતી.


ત્યારબાદ રાહુલે એકવાર ગુડ મોર્નીંગનો મેસેજ કરતા મહિલાએ કોઇ જવાબ આપ્યો નહતો અને તા. 1/04/2022 ના રોજ તેમની મોટી દીકરીનું અવસાન થતાં મહિલા ડિપ્રેશનમાં સરી પડી હતી અને પતિ દારૂની લતે ચડી ગયો હતો. આ સમય દરમિયાન રાહુલના મેસેજ આવતાં તેની સાથે વાતચીત થતી હતી અને તેમની સાથેના સબંધો ગાઢ થયા હતા. તેણે મહિલાને ઘરે આવવા તેમજ પરિવાર સાથે મળી દુ:ખ હળવું થાય તેવું કહયું હતું જેથી મહિલા રાહુલના ઘરે પહોંચી તેમના પત્ની અને બે સંતાનોને મળી હતી. તેમજ પતિ પણ દારૂના રવાડે ચડી ગયો હોય જેથી તેમને રાહુલે કહયું કે તું તારા પતિથી છુટાછેડા લઇ લે તું આ દુ:ખ સહન ન કર અને બાદમાં મહિલાએ કહયું કે હું મારા પતિ સાથે છુટાછેડા લઇ લવ તો મારૂ કોણ ? ત્યારે રાહુલે આશ્ર્વાસન આપતા જણાવ્યુ હતું કે તું છુટાછેડા લઇ લે બાદમાં તારી સાથે હું લગ્ન કરી લઇશ અને તને તેમજ તારા સંતાનોને સાચવી લઇશ. આ લાલચમાં આવી મહિલાએ તા. 23-9 ના રોજ તેમના પતિ સાથે છુટાછેડા લઇ લીધા હતા અને થોડા દિવસ બાદ પોતે ઘરે એકલી હતી ત્યારે રાહુલ ત્યાં આવી પહોંચ્યો હતો અને બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો ત્યારબાદ અવાર નવાર ઘરે આવી શરીર સબંધ બાંધતો હતો.


એકવાર રાત્રે બાળકો સુતા હતા ત્યારે રાહુલ ઘરે આવ્યો હતો અને શરીર સબંધ બાંધવાનુ કહેતા મહિલાએ તેમને ના પાડી દેતા ખભ્ભા પર અને શરીરે બચકા ભરી લીધા હતા અને તેમનુ માથુ કબાટમાં ભટકાળ્યુ હતુ. ત્યારબાદ ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઇને કરીશ તો તને જીવવા નહી દવ તેમજ કોઇને મોઢુ બતાવવાને લાયક નહીં રાખુ. આ ઘટના બાદ આઘાતમાં આવી ગયેલી મહિલાએ અંતે પોલીસને શરણ લીધુ હતુ અને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ હરીપરા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *