ગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ પર રેન્જ આઇજીની ટીમનો દરોડો

70 લાખનો મુદ્દામાલ જપ્ત, ખનીજ માફિયાઓમાં ફફડાટ ગોંડલ તાલુકાનાં ડૈયા ગામની છાપરાવાળી નદીના પટ અને જામવાડી હાઇવે પર રેન્જ આઇજીની ટીમે દરોડા પાડી રેતી ભરેલા…

70 લાખનો મુદ્દામાલ જપ્ત, ખનીજ માફિયાઓમાં ફફડાટ

ગોંડલ તાલુકાનાં ડૈયા ગામની છાપરાવાળી નદીના પટ અને જામવાડી હાઇવે પર રેન્જ આઇજીની ટીમે દરોડા પાડી રેતી ભરેલા બે ડમ્પર અને એક જેસીબી મશીન સાથે ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લઇ રુ.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડાનાં પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. રાજકોટ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી રેન્જ આઇજી ટીમ દ્વારા ગોંડલ તાલુકામાં મોટી કાર્યવાહી કરાઈ છે.

રાજકોટ રેન્જના પી.આઇ. અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.સી.મીયાત્રા, પી.એન.મોરી, સી.એમ.કાંટેલીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે જામવાડી હાઇવે પરથી ઓવરલોડ રેતી ભરેલું ડમ્પરGJ-24-X-2554 ચાલક જિજ્ઞેશ મુકેશભાઇ ચૌહાણ રહે. ઉપલેટા. ડૈયા ગામની સીમમાં નદીના પટ માંથી રેતી ભરેલું આઇવા ડમ્પર ચાલક યુનુશ અભરામભાઇ સપ્પા રહે. ગોંડલ નદીના પટમાંથી રેતી ચોરી કરતું જેસીબી મશીન GJ-03-HE-4520 ઓપરેટર રાજકુમાર નવલકિશોર ગુપ્તા રહે. ગોંડલને રુ.70 લાખના મુદ્દામાલ સાથે જડપી લઇ વાહનો સીઝ કરી તાલુકા પોલીસને સોંપ્યા હતા. આ સાથે જ ખાણ-ખનીજ વિભાગને આગળની દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *