આજરોજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ના ઉપક્રમે અને હોમગાર્ડઝ તથા જેએમસી ના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના લોકો માટે રંગમતી નદીની સ્વચ્છતા જાળવી રાખવા માટે એક રેલી અને સંદેશા વિતરણનો કાર્યક્રમ આદર્શ સ્મશાન પાસેથી શરુઆત કરીને સિધ્ધનાથ મંદિર સુધી આયોજિત કરવામાં આવ્યો.!
જેમાં ખાસ કરીને જામનગર ની રંગમતી નદીને ગંદી થતાં બચાવવાનું આહ્વાન ડીએલએસએના સચિવ અનીકેત શુક્લા અને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા લોકોને કરવામાં આવ્યું.!
જામનગર ની રંગમતી નદી જામનગરની શાન ગણવામાં આવતી હતી.! સમયાંતરે આ નદીનું ભાવી અંધકારમય ના થાય તે માટેનો એક પ્રયત્ન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે ભગીરથ કાર્ય માં હોમગાર્ડઝ સંસ્થા અને જેએમસી પણ સહભાગી થયા છે. આ કાર્યક્રમમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ના સચિવ અનીકેત શુક્લા તથા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા જેએમસી ના સફાઈ વોરિયર્સ ના અધિકારીઓ સાથે ડીએલએસએ ના વોલન્ટીયર્સ એડવોકેટ મિત્રો જેએમસી ના કર્મચારીઓ તથા હોમગાર્ડઝના ભાઈઓ અને ઓફિસરો જોડાયા હતા.
