દ્વારકા જગત મંદિરે રક્ષાબંધને અવ્યવસ્થા, યાત્રિકો થયા પરેશાન

યાત્રાધામ દ્વારકા ખાતે આજરોજ શ્રાવણી પુનમ રક્ષાબંધનના હજારોની સંખ્યામાં ભાવિકો દ્વારકામાં આવ્યા હતા. વહેલી સવારે સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પાસે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ દ્વારકાધીશના…

યાત્રાધામ દ્વારકા ખાતે આજરોજ શ્રાવણી પુનમ રક્ષાબંધનના હજારોની સંખ્યામાં ભાવિકો દ્વારકામાં આવ્યા હતા. વહેલી સવારે સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પાસે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ દ્વારકાધીશના દર્શન કરવા ઉમટી હતી. અસુવિધાના કારણે ધક્કા મૂકીના દ્રશ્યો કેમેરામા કેદ થયા હતા. પોલીસ બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા રેલિગ સહિતની વ્યવસ્થાના કરાતા બાળકો વૃદ્ધો ભિડમા ધક્કા મુકીમાં ફસાયા હતા.

શ્રાવણ માસની પૂનમ હોય દ્વારકામાં મોટી સંખ્યામાં ભાવિકો ગોમતી સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા પહોંચી આવ્યા હતા. ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી જગત મંદિરે ઠાકોરજીના દર્શન કર્યા હતા. વારાદાર પૂજારીએ શ્રીજીને અલૌકિક શિંગાર કરી ભાવિકોને દર્શન કરાવ્યા હતા. સંખ્યાબંધ ભાવિકો એ શ્રીજીના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *