રાજુલાના પીએસઆઇ ધાખડાને પીઆઇનું પ્રમોશન, વડોદરા એલસીબીમાં મુકાયા

રાજુલા તાલુકાના ધારાનેસ ગામના વતની અને હાલ વડોદરામાં ફરજ બજાવતા પીએસઆઈ પીએમ ધાખડાને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) તરીકે પ્રમોશન મળ્યું છે. પ્રમોશન બાદ તેમની નિમણૂક વડોદરાની…

રાજુલા તાલુકાના ધારાનેસ ગામના વતની અને હાલ વડોદરામાં ફરજ બજાવતા પીએસઆઈ પીએમ ધાખડાને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) તરીકે પ્રમોશન મળ્યું છે. પ્રમોશન બાદ તેમની નિમણૂક વડોદરાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)માં કરવામાં આવી છે.

વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા તેમની અગાઉની નોંધપાત્ર કામગીરી અને કાબેલિયતને ધ્યાનમાં રાખીને તેમને એલસીબી જેવી મહત્વપૂર્ણ શાખામાં મુકવામાં આવ્યા છે.ધાખડાની મહેનત, ઈમાનદારી અને કાર્યનિષ્ઠાને કારણે મળેલા આ પ્રમોશનથી રાજુલા તાલુકા સહિત બાબરી વાડ કાઠી સમાજમાં ખુશીનો માહોલ છે. સ્થાનિકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરજ બજાવી ચૂકયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *