રાજકોટ શહેરના દોશી હોસ્પિટલ પાસે કલ્યાણનગરમાં રહેતો યુવાન ગઈકાલે સાંજે પોતાના કામ સબબ કોટડા સાંગાણીથી અરડોઇ ગામ થઈ રાજકોટ આવતો હતો. ત્યારે તેમનું બુલેટ સ્લીપ ખાઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.
વધુ વિગતો મુજબ, દોશી હોસ્પિટલ પાસે કલ્યાણ નગરમાં રહેતા ભરતભાઈ પ્રેમજીભાઈ દાફડા ગામના 45 વર્ષના યુવાન પોતાનું બુલેટ લઇ કોટડા સાંગણીથી રાજકોટ આવતો હતો ત્યારે અરડોઈ પાસે બુલેટ સ્લીપ ખાઈ જતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.પોતે ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
