રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતાન મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાંથી એક છે. જયા ખેડૂતો દ્વારા તૈયાર થયેલ પાક વેચાણ માટે લાવે છે. આજે ગુરુવારે માર્કેટિંગ યાર્ડમાં કપાસ, સોયાબીન, અળદ, ઘંઉ, ચણા, લસણ, સિંગફાડા, કાળાતલ, સફેલ તલ અને જીરુની પાકની મબલક આવક થવા પામી હતી.
આજે યાર્ડમાં કપાસની 6500 મણ, સોયાબિન 1100 મણ, અળદ 700 મણ, ઘંઉ 1600 મણ, ચણા 2600 મણ, મગ 600 મણ, લસણ 2800 મણ, સિંગફાડા 4000 મણ, સફેદ તલ 1300 મણ, જીરુ 2400 મણ અને કાળા તલની 1200 મણ આવક થવા પામી હતી.
યાર્ડમાં આજે મબલક પાકની આવક નોંધાતા ઠેર-ઠેર જણસીઓના ઢગલાઓ જોવા મળ્યા હતા. રાજકોટ યાર્ડમાં આજે અંદાજે 1000થી વધુ વાહનો દ્વારા જણસીની આવક થતા યાર્ડમાં ભારે ચહલ-પહલ જોવા મળી હતી. વાતાવરણ કૌલાહલથી ગુંજી ઉઠયું હતું.
યાર્ડમાં જણસી ભરેલા વાહનોને ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરા, વાઇસ ચેરમેન તથા ડિરેકટરો સહિતા સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી.
