રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલ સાગર સોસાયટીમા રહેતા પ્રૌઢા ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલ સાગર સોસાયટીમા રહેતા જયશ્રીબેન અરવીંદભાઇ ભાલાળા નામનાં પપ વર્ષનાં પ્રૌઢા 3 દીવસ પુર્વે બપોરનાં અરસામા ગૌરવનાં બાઇક પાછળ બેસી ગોંડલ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે અકસ્માતે જયશ્રીબેન બાઇક પરથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા જયા તેમનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત બીજા બનાવમા જસદણ નજીક આવેલા લીલાપુર ગામ પાસેથી આશરે પ0 વર્ષનાં ટાઇગર નામનાં આધેડ ઇજાગ્રસ્ત હાલતમા મળી આવતા તાત્કાલીક સારવાર માટે જસદણ બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા સારવાર દરમ્યાન આધેડે દમ તોડી દેતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
