રાજકોટ બનશે અગનગોળો, 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી

આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચો જશે: કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમીની વકી, અંબાલાલ પટેલની આગાહી જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી…

આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચો જશે: કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમીની વકી, અંબાલાલ પટેલની આગાહી

જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે તે પણ લોકો માટે ચિંતા નો વિષય બની છે તેમાં ખાનગી આગાહીકાર અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી છે અને કહ્યું છે કે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે. રવિવારે મતદાન થવાનું છે ત્યારે તાપમાન નો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કહી શકાય કે ગુજરાતમાં ગરમીનું જોર વધી રહ્યું છે ત્યારે આજે પણ ગરમીનો પારો 43 સુધી પહોંચે તો નવાઈ નહીં. ગુજરાતમાં રાજકોટ 42.7 ડીગ્રી તાપમાન સાથે હોટ સિટી બન્યું છે. ત્યારે હજુ પણ આગામી એક સપ્તાહ અગન ગોળામાં રાજ્યએ શેકાવું પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે . બીજી તરફ મહાનગરપાલિકાએ પણ રાજકોટમાં યેલો એલર્ટ આપી દીધું છે.

હાલા આ સ્થિતિનું જે નિર્માણ થઈ રહ્યું છે તેની પાછળ સાયકલોનિક સર્ક્યુલેશન અને જે સિસ્ટમ સક્રિય થઈ છે તે છે જેથી આગામી સાત દિવસ હજુ પણ તાપમાન 43 ડિગ્રી નહીં 44 ડિગ્રી સુધી પહોંચશે તેઓ વર્તારો કરાયો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચો જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે તો 28 એપ્રિલ સુધી રાજ્યમાં ભેષણ ગરમીનો તાપ લોકોએ સહન કરવો પડશે તેવું પણ જણાવ્યું છે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભેજવાળો પવન ફૂંકાશે . ત્યારે 28 એપ્રિલ બાદ હવામાનમાં પલટો પણ આવી શકે છે અને રાજ્યના ઘણા ખરા વિસ્તારમાં પ્રિમોન્સૂન વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં કાળજાળ ગરમી શરૂૂ થઈ ચૂકી છે અને રાજકોટ સહિત સુરેન્દ્રનગર અને અમરેલીમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસમાં હજુ પણ તાપમાન ઊંચુ જાય તેવી આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારમાં અસહ્ય ઉકળાટ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે ત્યારે સૌથી વધુ તાપમાન સૌરાષ્ટ્રના રાજકોટમાં 42.7 ડિગ્રી સુધી નોંધાયું છે જે હવે 44 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી થઈ રહી છે. ગરમ અને સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે આગામી 29 એપ્રિલ સુધી ’હીટ એલર્ટ’ જાહેર કર્યું છે.

આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા માટે સાવચેત કરવામાં આવ્યા છે. હાલ ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગનુ આજથી ત્રણ દિવસ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઉછાળો પણ નોંધાઈ શકે છે. બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા હાલ સૌરાષ્ટ્ર કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *