સુરતના યુવકનું અકસ્માતના પૈસા પડાવવા અપહરણ કરનાર રાજકોટની ત્રિપુટી ઝડપાઇ

સુરત શહેરમા ઉતરાણ વિસ્તારમા એક કાર ચાલક સાથે અકસ્માત સર્જી તેની પાસેથી પૈસા પડાવવા માટે ચાલક યુવાનને કારમા અપહરણ કરનાર ટોળકીને રાજકોટ શહેર પેરોલ ફર્લો…

સુરત શહેરમા ઉતરાણ વિસ્તારમા એક કાર ચાલક સાથે અકસ્માત સર્જી તેની પાસેથી પૈસા પડાવવા માટે ચાલક યુવાનને કારમા અપહરણ કરનાર ટોળકીને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવોર્ડએ ઝડપી લીધી છે. ઝડપાયેલા ત્રણેય જેતપુરના વતની હોવાનુ જાણવા મળી રહયુ છે.

વધુ વિગત મુજબ રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવોર્ડના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ, રોહીતભાઇ કછોટ, શાંતુબેન મુળીયા, દોલતસિંહ રાઠોડ, કુલદિપસિંહ જાડેજા, રાજદિપસિંહ ચૌહાણ, ધર્મેેન્દ્રસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ ઝાલા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે સુરત શહેરના ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમા બનેલા અકસ્માત અને અપહરણની ઘટનામા રાજકોટ જીલ્લા, જેતપુરના વતની રામકુ જગુ વાળા (રહે દેરડી રામજી મંદિર પાસે) અને દિલીપ ઉર્ફે તબલા જેન્તી વાડોદરીયા (રહે સહજાનંદ રેસ્ટોરન્ટની બાજુમા સરદાર ચોક) અને સાગર સંજય ડાભી (રહે ઘર નં 13 આરાધ્યાનગર ગણેશનગરની પાછળ જેતપુર) ને રાજકોટ શહેરમાથી ઝડપી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *