રાજકોટના વેપારીઓને દુબઇ એકસ્પોમાં લઇ જવાના નામે 4.39 લાખની છેતરપિંડી

લઘુ ઉદ્યોગ ભારતીના એજન્ટ તરીકે ઓળખ આપી ઇવેન્ટના રજિસ્ટ્રેશનના બહાને શીશામાં ઉતાર્યા રાજકોટના સ્ટીલ નટ, શાફટ, સ્ટડ વિગેરેનું મેન્યુફેકચરીંગ અને હોલસેલ વેચાણ કરતા 4 વેપારીને…

લઘુ ઉદ્યોગ ભારતીના એજન્ટ તરીકે ઓળખ આપી ઇવેન્ટના રજિસ્ટ્રેશનના બહાને શીશામાં ઉતાર્યા

રાજકોટના સ્ટીલ નટ, શાફટ, સ્ટડ વિગેરેનું મેન્યુફેકચરીંગ અને હોલસેલ વેચાણ કરતા 4 વેપારીને લઘુ ઉદ્યોગ ભારતીના એજન્ટ તરીકે ઓળખ આપી દુબઈ ખાતે યોજાનાર બીઝનેશ એકસપોમાં લઇ જવાની લાલચ આપી રજીસ્ટ્રેશનના નામે રૂૂ.4.39 લાખ ઉઘરાવી ગઠીયો ફરાર થઇ જતા આ મામલે વેપારીઓએ પોલીસની મદદ માંગી આ અંગે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે.

મળતી વિગતો મુજબ પુનિતનગર ન્યુ 80 ફુટ રોડ વૃંદાવન વાટીકા, શેરી નં. 4માં બ્લોક નં. 5 શ્રીનાથજી કૃપા મકાનમાં રહેતા અને લોઠડા મુકામે જયનાથ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વિશ્વા એન્જિનિયરિંગના નામથી સ્ટીલ નટ, શાફટ, સ્ટડ વિગેરે મેન્યુફેકચરીંગ અને હોલસેલ વેચાણ કરવાનો વ્યવસાય કરતા અરવીંદભાઇ વ્રજલાલ ચોથાણી તેમજ સહિતના વેપારીઓએ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાને કરેલી રજૂઆતમાં ગોવર્ધન ચોક મીત હાઇટસ ફલેટ નં. 204, જય ખોડીયાર સોસાયટીમાં રહેતા અને લઘુ ઉદ્યોગ ભારતી માં એજન્ટ તરીકે કામ કરતા રાજેન્દ્રકુમાર અનંતરાય ત્રીવેદી સામે છેતરપીંડી કાર્યાની અરજી કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ રાજેન્દ્ર કુમાર પોતે બીઝનેશ એકસપો જેવી ઇવેન્ટમાં ધંધાદારી વ્યકિતઓના રજીસ્ટ્રેશન તેમજ તેને સંલગ્ન જરૂૂરી કામગીરી કરવાનું કામકાજ કરતો હોય રાજકોટમાં યોજાયેલ ઇન્ડસ્ટ્રીયલ ફેર-2025માં રજીસ્ટ્રેન બાબતેની કામગીરી કરાવેલ હતી, જે કારણે તેની સાથે ઓળખાણ થયેલ હતી.

થોડા દિવસો પૂર્વે રાજેન્દ્રકુમાર અનંતરાય ત્રીવેદીએ આગામી તા. 26-27-28 ઓગસ્ટના દુબઇમાં એશિયન એન્જિનિયરીંગ એક્ષ્પો 2025 યોજનાર હોય જેમાં રજીસ્ટ્રેશન કરાવવા તેમજ વીઝા પ્રોસેસ કરાવવી હોય તો કરાવી આપશે.તેવી લાલચ આપી.

દુબઇ એકસપોમાં રજીસ્ટ્રેશન કરાવવાના નામે ભાવેનભાઇ ફુલાભાઇ શીંગાળા પાસેથી 1.39 લાખ, હિતેષભાઇ ઘીરૂૂભાઇ ડોબરીયા પાસેથી 1.26 લાખ અરવીંદભાઇ વ્રજલાલ ચોથાણી પાસેથી 60,500 અને રજનીકાંત રામજીભાઇ ખુંટ પાસેથી 1.13 લાખ મળી કુલ રૂૂ.4.39 લાખ ઉઘરાવી લીધા બાદ રજીસ્ટ્રેશનની તથા વિઝા માટેની વિગતો આપી નહી અને વેપારી મિત્રોએ જયારે રૂૂપિયા પરત મંગાવવાનું શરુ કરેલ ત્યારે રાજેન્દ્રકુમાર અનંતરાય ત્રીવેદીએ બહાના બતાવવાનું શરૂૂ કરેલ અને કોઇપણ વિગતો આપી રહેલ ન હતાં. જેથી શંકા જતાં આરોપી જયાં એજન્ટ તરીકે નોકરી કરી રહેલ છે ત્યાં એટલે કે લઘુ ઉદ્યોગ ભારતી માં તપાસ કરતાં જાણવા મળેલ કે, દુબઇમાં આવી કોઇ ઇવેન્ટ યોજવાની જ નથી અને રાજેન્દ્રકુમાર અનંતરાય ત્રીવેદી જે તેમો એજન્ટ હોય તેણે છેતરપીંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *