રાજકોટ 43 ડિગ્રીએ ધખધખ્યું, કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર

શહેરમાં બે દિવસ રેડ એલર્ટની સંભાવનાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા સૂચના અપાઈ રાજકોટમાં આજે 43 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી જતાં અને આગામી બે દિવસ રેડ…

શહેરમાં બે દિવસ રેડ એલર્ટની સંભાવનાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા સૂચના અપાઈ

રાજકોટમાં આજે 43 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી જતાં અને આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ હોય મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
જેમાં હિટવેવથી બચવા માટે લોકોએ શું કરવું જરૂરી અને શું ન કરવું તે સહિતની સુચના આપવામાં આવી છે. રાજકોટ શહેરની જાહેર જનતાને આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબની બાબતો ધ્યાને લેવા માટે આરોગ્યલક્ષી સલાહ આપવામાં આવે છે.

હાઇડ્રેટેડ રહો, જ્યારે પણ શક્ય હોય ત્યારે પુરતું પાણી પીઓ, મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો, ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસલસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાળી પ્રવૃત્તિઓ ટાળો ખુલ્લા પગે બહાર ન જાવ, દિવસના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો.

તેમજ રસોઈ વિસ્તારમાં હવાની પુરતી અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો, આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા વધુ પ્રમાણમાં ખાંડવાળા પીણાં ટાળો જે શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં દુ:ખાવો થઈ શકે છે, વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ, પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા રાખશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.

અતિશય ગરમીના લીધે લુ લાગવાના લક્ષણો
ખુબ પરસેવો થવો, અશક્તિ લાગવી અને સ્નાયુમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, ચામડી લાલ સુકી અને ગરમ થઈ જવી, ઉબકા અને ઉલ્ટી થવી જો ઉપરોક્ત લક્ષણો દેખાય તો તરત જ નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમરજન્સીમાં 108નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *