કેવડાવાડીના ક્રિષ્ના ઘી ભંડારના ઘીમાં ભેળસેળ

રાજકોટના કેવડાવાડીમાં ગરબી ચોક ખાતે આવેલા ક્રિષ્ના ઘી ભંડાર પેઢીમાં મળતા ઘીમાં ભેળસેળ થતી હોવાનું સતાવાર સાબિત થયુ છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કેવડાવાડી મેઇન…

રાજકોટના કેવડાવાડીમાં ગરબી ચોક ખાતે આવેલા ક્રિષ્ના ઘી ભંડાર પેઢીમાં મળતા ઘીમાં ભેળસેળ થતી હોવાનું સતાવાર સાબિત થયુ છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કેવડાવાડી મેઇન રોડ પરના ગરબી ચોકમાં આવેલા “ક્રિષ્ના ઘી ભંડાર”માંથી થોડા દિવસો પહેલા કહેવાતા “શુદ્ધ ઘી (લૂઝ)”નો નમૂનો લઇને લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં વનસ્પતિ તેલની હાજરી તથા BR રીડિંગ રિચર્ટ વેલ્યૂ આયોડિન વેલ્યૂ ધારા ધોરણ મુજબ આવેલ ન હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે.

જે અંગે મનપાએ ક્રિષ્ના ઘી ભંડાર પેઢીના માલિક સામે એજયુડિકેશન કેસની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. દરમિયાન શહેરના ઢેબર રોડ પર વિરાણી અઘાટ વિસ્તારમાં ‘શિતલ બકાલાવાળા વિસ્તારો’માંથી ચોકો કવરીંગ કોટેડ આઇસ્ક્રીમ તેમજ અંબીકા ટાઉનશીપમાં શ્રધ્ધા કોઠી આઇસ્ક્રીમમાંથી મેંગો આઇસ્ક્રીમના સેમ્પલ લેવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *