રાજકોટના રેતી-કપચીના ધંધાર્થીનું ચોટીલા પાસે કાર અકસ્માતમાં મોત : ત્રણને ઈજા

અમદાવાદથી રાજકોટ પરત ફરતી વખતે ટ્રક ચાલકે કારને ઠોકરે ચડાવતા ઘટના ઘટી’તી રાજકોટમાં રહેતા રેતી કપચીના ધંધાર્થી અમદાવાદ કામ સબબ ગયા હતા અને ત્યાંથી પરત…

અમદાવાદથી રાજકોટ પરત ફરતી વખતે ટ્રક ચાલકે કારને ઠોકરે ચડાવતા ઘટના ઘટી’તી

રાજકોટમાં રહેતા રેતી કપચીના ધંધાર્થી અમદાવાદ કામ સબબ ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલા નજીક રેતી કપચીના ધંધાર્થીની કારને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રેતી કપચીના ધંધાર્થીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા રવિ રત્ન પાર્કમાં રહેતા મનુભાઈ પાંચાભાઇ શિયાળ નામના 52 વર્ષ આધેડ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં અલ્પેશની કારમાં બેસી અમદાવાદથી રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલા નજીક પહોંચતા ટ્રક ચાલકે કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મનુભાઈ શિયાળને તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનુભાઈ મનુભાઈ શિયાળ ત્રણ ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે. મનુભાઈ શિયાળ રેતી કપચીનો ધંધો કરતા હતા. અને અમદાવાદ ધંધાના કામ સબબ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચી હોવા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસને નોંધ કરી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુધ્ધ તપાસનો દર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *