રાજકોટ જેવા સંસ્કારી સિટીમાં પણ હવે યુવાધાન વેસ્ટર્ન કલ્ચરના રંગે રંગાઇ રહ્યુ હોય તેમ રાજકોટના બસ સ્ટેશનમાં એક યુવક યુવતી સરા જાહેર એક બીજાને આલિંગન કરી ચુમાચાટી કરતા હોવાનો વીડિયો વાઇરલ થતા ચકચાર જાગી છે.
રાજકોટ બસ સ્ટેન્ડમાં કપલનો અશ્ર્લીલ હરકત કરતું કેમેરામાં કેદ થયું છે. રાજકોટ બસ સ્ટેન્ડમાં કેટલાક લોકો બસની રાહ જોઈને બેઠા હતા. ત્યારે બસ સ્ટેન્ડમાં જાહેરમાં પ્રેમાલાપ કરતા યુવક-યુવતીનો વિડીયો કોઈએ ઉતારી લીધો હતો. બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વાયરલ વિડીયો હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
કપલનો અશ્ર્લીલ હરકતનો વાયરલ થયેલા વિડીયોમાં દેખાય છે કે, એક યુવતી અને યુવક બસ સ્ટેન્ડની અંદર બારી આગળ ઉભા છે. તેઓ જાહેરમાં અંગત પળો માણી રહ્યા હતા. આ પળોને કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. બાદમાં વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જો કે, આ વિડીયો અંગે હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી.
લોકોમાં આ વિડીયોની ચર્ચા થઈ રહી છે. જો કે, બસ સ્ટેન્ડ બહાર લોકોની ભારે ભીડ રહેતી હોય છે. તેમ છતાં આ યુવક યુવતી બિન્દાસ્ત આવું વર્તન કરી રહ્યાં હતા. પરંતુ તેમને ખબર નોહોતી કે તેમની આ અંગત પળોને કોઈ મોબાઈલમાં ઉતારી રહ્યું છે.
