ગાંધીનગર નિવાસે તાપણું કરતા અકસ્માતે દાઝયા
રાજયના કેબિનેટ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અકસ્માતે દાઝી જતા તેમને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમા ખસેડવામા આવેલ છે.
મળતી માહિતી મુજબ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાને ગત શનિવારે સવારે તાપણુ કરી રહયા હતા ત્યારે અચાનક પવન ફૂંકાતા તાપણામા ભડકો થતા ભાનુબેન પગના ભાગે દાઝી ગયા હતા પરિણામે તાબડતોબ સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. હાલ તેમની તબિયત એકદમ સ્વસ્થ હોવાનુ જણાવાય છે.
દરમિયાન આજથી વિધાનસભાનુ સત્ર શરૂ થઇ રહયુ છે ત્યારે ભાનુબેન બાબરીયા વિધાનસભામા પણ હાજરી આપી શકશે નહીં અને તેના વિભાગના જવાબો પણ અન્ય પ્રધાનો આપશે તેવુ જાણવા મળે છે.
ભાનુબેનના પતિ મનહરભાઇ બાબરીયાએ પણ જણાવ્યુ હતુ કે શનિવારે તાપણુ કરતા ભાનુબેન દાઝયા હતા, હાલ તેમની તબિયત બિલકુલ નોર્મલ છે.
