સાયલા પાસે રાજકોટ રેન્જની ટીમનો દરોડો, મેંદાની આડમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે પરથી રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી કરી છે. પોલીસે ટ્રકની કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી સંતાડેલી 144 બોટલ ઈંગ્લીશ દારૂૂ…

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે પરથી રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી કરી છે. પોલીસે ટ્રકની કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી સંતાડેલી 144 બોટલ ઈંગ્લીશ દારૂૂ ઝડપી પાડ્યો છે. આ સાથે ટ્રક, મોબાઈલ ફોન અને દારૂૂ સહિત કુલ 19.52 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમો કામ કરી રહી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા, એ.વાય. ઉધાસ અને સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઈ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, દિલીપસિંહ સિંધવ, રાજુભાઈ પઢેરીયાએ હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવી હતી.

ચોક્કસ માહિતીના આધારે, સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બ્લેક બોર્ન સ્ટોન ક્રશર સામે મોમાઈ હોટલના પાર્કિંગમાંથી એક ટ્રક (RJ-30-GA-6939) ને રોકવામાં આવી હતી. ટ્રકની કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂૂની અલગ-અલગ બ્રાન્ડની 144 બોટલો મળી આવી હતી, જેની કિંમત 1,64,400 રૂૂપિયા છે. આ ઉપરાંત, 588 મેંદાના લોટની બોરીઓ, ટ્રક અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ 19,52,004 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

પોલીસે ટ્રક ડ્રાઈવર રમેશચંદ્ર દેવકિશન સુથાર (રહે. મોરચા, તા. કુંભલગઢ, થાના-કેલવાડા, જી. રાજસમંદ, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. દારૂૂનો જથ્થો ભરી આપનાર મુકેશ (રહે. રાજકોટ) ને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે. બંને આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *