રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. જેમાં ટ્રેન સંખ્યા 09575/09576 રાજકોટ મહેબૂબનગર (સાપ્તાહિક) સ્પેશિયલ (8-8 ટ્રિપ) ટ્રેન…

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. જેમાં ટ્રેન સંખ્યા 09575/09576 રાજકોટ મહેબૂબનગર (સાપ્તાહિક) સ્પેશિયલ (8-8 ટ્રિપ) ટ્રેન સંખ્યા 09575 રાજકોટ મહેબૂબનગર સ્પેશિયલ (દર સોમવારે) ના ફેરા 5 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. તે જ રીતે, ટ્રેન સંખ્યા 09576 મહેબૂબનગર રાજકોટ સ્પેશિયલ (દર મંગળવારે) ના ફેરા 6 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન સંખ્યા 09575 ના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ 4 જાન્યુઆરી, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, કોચની વિગત અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *