ગોંડલમાં રહેતા અને બેંક રિકવરી એજન્ટ તરીકે અગાઉ રાજકોટ રહેતા અને કામ કરતા યુવકને તેમાં મિત્રએ હનીટ્રેપની જાળમાં ફસાવી, તેની પાસેથી રોકડ અને વાહન મળી રૂૂ.3 લાખનો મુદ્દામાલ પડાવી લઈ ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે ભોગ બનનાર યુવકે રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા શખ્સ સામે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અગાઉ પાંચ વર્ષ પૂર્વે રાજકોટના હુડકો ચોકડી નજીક આવેલી તીરૂૂપતી સોસાયટી શેરી નં.4, કોઠારીયા રોડ ઉપર રહેતા અને બેક રીકવરી એજન્ટ તરીકે કામ કરતા હાલ હાલ ગોંડલના કોટડા સાંગાણી રોડ પર સ્થિત મારૂૂતીનગર, રઘુવીર સોસાયટીમાં રહેતા 21 વર્ષીય યશપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા હાપલીયા પાર્ક (મંગલ પાર્કની બાજુમાં) ખાતે રહેતા માનવ હીતેશભાઈ બગથરીયા નામના શખ્સે તેમની સાથે આ છેતરપિંડી આચરી હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આગાઉ આરોપી માનવ બગથરીયા અને યશપાલસિંહ બન્ને રાજકોટના એક જ સોસાયટીમાં રહેતા હોય તેથી બની વચ્ચે પરિચય થયો હતો.
માનવ બગથરીયાએ યોજનાબદ્ધ રીતે યશપાલસિંહને હનીટ્રેપની જાળમાં ફસાવ્યા હતા. ત્યારબાદ ભય અને દબાણ ઊભું કરીને અથવા સંબંધોનો દુરુપયોગ કરીને યશપાલસિંહ પાસેથી કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ પડાવી લેવાનું શરૂૂ કર્યું હતું.
આરોપીએ ફરિયાદી પાસેથી એપલ કંપનીનો આઈફોન 16: જેની આશરે કિંમત રુ. 60,000 થાય છે. મારૂૂતી સુઝુકી અલ્ટો કાર નંબર જીજે 16 એએ 5961, જેની આશરે કિંમત રુ. 80,000 અને હોન્ડા એક્ટિવા સ્કૂટર નંબર જીજે 03 એનકે 0300, જેની આશરે કિંમત રુ. 40,000 તેમજ રોકડ રકમ રૂૂ. 1,20,000 મળી કાર, સ્કૂટર, મોંઘાદાટ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂૂ. 3,00,000 ની કિંમતની મત્તા આરોપી માનવ બગથરીયાએ પડાવી હતી.
જયારે રે પણ ફરિયાદી યશપાલસિંહે પોતાની અલ્ટો કાર, એક્ટિવા, આઈફોન તથા આપેલા રોકડા રૂૂપિયા અવારનવાર પરત માંગવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપી માનવ બગથરીયા સતત અવનવા બહાના બતાવીને વસ્તુઓ તથા રોકડ પરત આપવાનું ટાળતો રહ્યો હતો. અંતે, પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં, યશપાલસિંહે હિંમત એકઠી કરીને પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને આરોપી માનવ હીતેશભાઈ બગથરીયા સામે છેતરપિંડી ની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદી યશપાલસિંહ ગોહિલની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ હનીટ્રેપ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ કે મહિલા સંકળાયેલી છે કે કેમ, તથા આરોપીએ આ અગાઉ અન્ય કોઈ વ્યક્તિને આવી રીતે જાળમાં ફસાવી છે કે નહીં, તે તમામ દિશાઓમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
