બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા છેલ્લા 3 વર્ષમા નવી સનદ પ્રાપ્ત કરેલા વકીલો માટે દશ હજારથી વધુ ભાવિ વકીલો માટે તા.30/12/2024 ના સોમવારના રોજ સવારે અમદાવાદ મુકામે ઓથ સેરેમની કાર્યક્રમમા ચીફ ગેસ્ટ તરીકે ગૃહ મંત્રી અમીતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કાયદા મંત્રી રૂૂષીકેશભાઈ પટેલ, બી.સી.આઈ ચેરમેન મનનકુમાર મીશ્રા અને તુષારભાઈ મહેતા સહીતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવાનો છે.
જેના ભાગરૂૂપે બાર એશો.ના ઈન્ચાર્જ પમુખ સુમીત વોરા તથા પુર્વ પમુખ બકુલભાઈ રાજાણીના નેજા હેઠળ બાર કાઉન્સીલના કાર્યક્રમને સફળ બનાવવા માટેના લેબર બાર એશો. ક્રિમીનલ બાર એશો. મહીલા બાર એશો. રેવન્યુ બાર એશો. કલેઈમ બાર એશો. નોટરી બાર એશો. ભાજપ લીગલ સેલ સહીતના બાર એશો. બેઠક મળી ગઈ હતી. આ મીટીંગમાં પીયુશભાઈ શાહ, કમલેશ ડોડીયા, હેમાંગ જાની,હીતુભા જાડેજા,રમેશભાઈ કથીરીયા, વીજયભાઈ તોગડીયા પકાશસિંહ ગોહીલ, અજયભાઈ જોષી, સુનીલભાઈ વાઢેર, બીનલબેન રવેશીયા, નયનાબેન ચૌહાણ, આબીદભાઈ શાસન સહીતના તમામ એશો.ના અગ્રણીઓએ આ ઐતીહાસીક કાર્યક્રમમા મોટી સંખ્યામા વકીલ ભાઈ બહેનોને લઈ જવાની વયવસ્થાની તડામાર તૈયારી શરૂૂ કરી દીધેલ છે.
આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સહિયારો પ્રયાસ કરી વધુમા વધુ વકીલોને લઈજવા માટે ના પયત્નો શરૂૂ કરી દીધા છે.આ કાર્યક્રમમાં ગુજરાતના દશ હજાર થી વધુ નોંધાયેલ વકીલો ને બાર કાઉન્સીલના ચેરમેન જે.જે. પટેલે આમંત્રણ પાઠવેલ છે. ગુજરાતના નવા એડવોકેટોને અમદાવાદ પહોંચવામા ટ્રાન્સપોટેશનનો ખર્ચે ન થાય તે માટે દ2ેક શહેરોમા બસ અને વાહનોની વ્યવસ્થા રાખેલ છે. વકીલોનું રજીસ્ટ્રેશન કમલેશભાઈ ડોડીયા દ્વારા કરવામા આવશે સમગ્ર કાર્યક્રમમા ગુજરાત ભરના વકીલોમા ઉત્સાહ ફેલાયેલ છે. રાજકોટ સહિત ગોંડલ, ધોરાજી, ઉપલેટા, મોરબી, જેતપુર,જસદણ વગેરે સહિતના જીલ્લાના તમામ નવા વકીલો ને ઓથ સેરેમનીમા લઈ જવા માટે તડામાર તૈયારીઓનો આરંભ થઈ ગયેલ છે.
30મીએ કેસની સ્થિતિ યથાવત રાખવા બાર એસો.ની અપીલ
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આગામી તા.30 ને સોમવારના રોજ 10 હજાર જેટલા નવા વકીલો માટે અમદાવાદ મુકામે ઓથ સેરેમનીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજકોટ બાર એશોસીએશનના મોટા ભાગના વકીલો માતૃ સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહેવાના હોય તે સંજોગોમા આગામી તા.30/12/2028 ના સોમવારના રોજ રાજકોટની તમામ કોર્ટમા કોર્ટ કાર્યવાહીમા બારના સભ્યો હાજર રહી શકે તેમ ન હોય જેથી રાજકોટ બાર એશોસીએશન દ્વારા સરક્યુલર ઠરાવથી સર્વાનુમતે તમામ ન્યાયાધીશોને જે તે કેસમા જે સ્ટેજ હોય તે યથાવત જાળવી રાખવા વિનંતી કરવામા આવે છે.