મુખ્ય પ્રવેશદ્વાર પાસે સૂત્રોચ્ચાર તમામ કોર્ટની કાર્યવાહી ઠપ, આગળની રણનીતિ માટે કાલે જનરલ બોર્ડ
શહેરની ઘંટેશ્વર નજીક નવી કોર્ટના બે ન્યાયાધીશોની ગેરવર્તણુકના બાબતે વકીલો દ્વારા ચાલતા વિરોધના ભાગરૂૂપે બાર એસોસિયેશનના હોદ્દેદારો અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની હાઇકોર્ટના યુનિટ જજ ઈલેશ વોરા સાથે વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક યોજાઈ હતી. પણ પ્રશ્નનો નિવેડો નહીં આવતા બાર એસોસિએશનના ઠરાવ મુજબ વકીલોએ આજે કોર્ટ કમ્પાઉન્ડ ખાતે ભારે સૂત્રોચારો સાથે વિરોધ પ્રગટ કર્યો હતો અને આજના દિવસ માટે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા જેના કારણે અર્જન્ટ કાયેવાહી ઉપર અસર પડી હતી.
આજની વકિલ હડતાલના કારણે કોટેની કાયેવાહી ખોરંભાઈ ગયેલ હતી.વધુ વિગત મુજબ શહેરની અદાલતમાં ફરજ બજાવતા બે જ્યુડિશિયલ ઓફિસર દ્વારા વકીલો સાથે અપમાનકારી વર્તણુક મામલે વકીલો દ્વારા બે કોર્ટના બહિષ્કાર કરવામાં આવ્યા બાદ પણ જ્યુડી.દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતા, અને આ બંને કોર્ટ પાસે રહેલા પોલીસ સ્ટેશનના ચાર્જ નહીં લઇ લેવાની વારંવાર રજૂઆત છતા પણ કોઈ પગલા નહીં લેવાતા સોમવારે મેઇન બાર એસોસિએશનની આગેવાની હેઠળ પેટા બાર એસોસિએશનઓ દ્વારા પણ કોર્ટ કાર્યવાહી તે અલિપ્ત રહવાની ચીમકી બાદ રાજકોટના યુનિટ જજ અને હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ વોરાએ રાજકોટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની ચેમ્બરમાં વિડિયો કોન્ફરન્સથી બાર એસોસિએશનના હોદ્દેદારો અને વરિષ્ઠ વકીલો સાથે બેઠક યોજી હતી. જેમાં યુનિટ જજ ઈલેશ વોરાએ વકીલોના પ્રશ્નો અંગે હકારાત્મક વલણ અપનાવ્યું હતું. આ અંગે આગામી દિવસોમાં તેનું સુખદ નિકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવાની બાહેધરી આપી હતી. પરંતુ બાર એસોસિએશન દ્વારા પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિકાલની અપેક્ષા રાખી હતી, તેમજ જનરલ બોર્ડમાં નક્કી થયેલ હોવાથી તા.29 જૂનને સોમવારે મુખ્ય દરવાજા પાસે સવારે 11 વાગ્યે રાજકોટની મુખ્ય અદાલતો, ફેમિલી બાળઅદાલત સહિતની તમામ કોર્ટોના વકીલો દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવામાં આવયો હતો અને વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરી વકીલોએ તમામ કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.
આવતી કાલે મંગળવારે ફરી જનરલ બોર્ડ બોલાવી અને આગામી રણનીતિ નક્કી કરવામા આવશે તેમ બાર એસોસિએશનના વર્તુળો દ્વારા જાણવા મળેલ છે.આ તકે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ, બાર એશો.ના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, કેતન મંડ, યોગેશ ઉદાણી, પરેશ પાદરિયા, નિકુંજ શુક્લ, સ્તવન મહેતા, જ્યેન્દ્ર ગોંડલીયા, રાજેશ મહેતા, પ્રકાશસિંહ ગોહિલ, પરેશ મારુ, કેતન સિંધવા, સુરેશ સાવલીયા, રાજભા ગોહિલ, સમીર ખીરા, કિશન વાલ્વા, ધર્મેન્દ્ર જરીયા, હેમાંગ જાની, વિજય દવે, સંજય ડાંગર, ભાર્ગવ પંડ્યા, હસમુખ સાગઠિયા, ભાવેશ મકવાણા, તુષાર બસલાણી અને બલરામ પંડિત, અમિત ગડારા, અજય પીપળીયા, ભાવેશ બાંભવા સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
