જસદણના આંબરડી ગામે શિક્ષકે ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગતો મુજબ જસદણ આબરડી ગામે શિક્ષક કશ્યપભાઈ જળુએ ઘરે એકલા હતા ત્યારે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા આંબરડી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો કશ્યપભાઈ જળુ પોતાના માતા પિતાનો એકનો એક વહાલસોયો દીકરો હતો.
માણાવદર તાલુકાના જાંબુડા ગામના વતની હતા અને આંબરડી ગામે વિવેકાનંદ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા હતા. તેમના પત્ની વૈશાલીબેન કાસલોલીયા ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કોઈ અગમ્ય કારણે આપઘાત કરેલ છે.આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
