શાપરમાં પોતાના કારખાનામાં જ યુવાને આત્મઘાતી પગલું ભરતાં પરિવારમાં કલ્પાંત
રાજકોટ સહિત રાજ્યભરમાં ગૃહકલેશથી આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટનામાં દિવસે દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતા કારખાનેદારે ગૃહકલેશથી કંટાળી શાપરમાં આવેલા પોતાના કારખાનામાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ રહેતા ધવલભાઇ હરજીભાઈ છાત્રોડા નામનો 35 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં શાપરમાં આવેલ પોતાના કૃષ્ના ઇન્ડસ્ટ્રીઝ ઉર્જા-2 નામની કંપનીમાં હતો ત્યારે છતના હુંકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ ખાઈ લીધો હતો યુવકને બેભાન તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબિબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. શાપર પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ધવલભાઇ છાત્રોડા બે ભાઈ એક બહેનમાં નાના હતા અને તેને સંતાનમાં એક સાડા ત્રણ વર્ષનો પુત્ર છે ધવલભાઇ છાત્રોડા શાપરમાં કૃષ્ના ઇન્ડસ્ટ્રીઝ ઉર્જા-2 નામની કંપની ધરાવતા હતા. ગૃહકલેશથી કંટાળી ધવલભાઇ છાત્રોડાએ પોતાના જ કારખાનમાં ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
