રાજુલાના યુવક સાથે લગ્ન કરી રાજકોટની યુવતી દાગીના અને રોકડ લઇ ફરાર

રાજુલા તાલુકાના ધારેશ્વરમાં રહેતા 35 વર્ષે એક યુવાને બાબરાના શખ્સની મદદથી રાજકોટની એક યુવતી સાથે ફૂલહાર વિધિથી લગ્ન કર્યા બાદ આ યુવતી એક લાખની રોકડ…

રાજુલા તાલુકાના ધારેશ્વરમાં રહેતા 35 વર્ષે એક યુવાને બાબરાના શખ્સની મદદથી રાજકોટની એક યુવતી સાથે ફૂલહાર વિધિથી લગ્ન કર્યા બાદ આ યુવતી એક લાખની રોકડ અને દાગીના લઈ ચાલી ગઈ હતી. જેને પગલે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

લગ્નના નામે છેતરપિંડીની આ ઘટના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે માંડરડી રોડ પર રહેતા શાંતિભાઈ ભાયાભાઈ વિંઝુડા નામના 35 વર્ષીય યુવક સાથે બની હતી.

જે અંગે તેણે રાજુલા પોલીસ મથકમાં રાજકોટની સોનલ રવજીભાઈ નામની યુવતી તથા મદદગારી કરનાર કોટડા ખીજડીયા ગામના બઘા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે ગત તારીખ 19 /5 /25ના રોજ ધારેશ્વર ગામે પોતાના ઘરે તેને સોનલ સાથે લગ્ન કર્યા હતા. આ યુવક સાથે ફૂલહાર વિધિથી લગ્ન કરવા માટે યુવતીએ રૂૂપિયા એક લાખ માંગ્યા હતા. જે તેને આપવામાં આવ્યા હતા. પરંતુ લગ્ન કર્યા બાદ યુવતી તેની સાથે રહી ન હતી. અને રૂૂપિયા એક લાખની રોકડ રકમ તથા દસેક હજારની કિંમતના દાગીના લઈ ચાલી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *