શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને રૂા.1.28 કરોડની ઠગાઇ કરનાર રાજકોટની ટોળકી પકડાઇ

શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને 1.28 કરોડ રૂૂપિયાની ઠગાઇ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર 3 શખસોની વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે અને…

શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને 1.28 કરોડ રૂૂપિયાની ઠગાઇ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર 3 શખસોની વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સિનિયર સિટીઝનને સાયબર માફિયાઓએ વોટસએપ દ્વારા મેસેજ કર્યો હતો અને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી હતી અને લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમજ સિટાડેલ સિક્યુરિટીઝ નામની કંપની હોવાનું જણાવી બીજા લોકોને સારું એવું પ્રોફિટ મળે છે, તેવી ખોટી વાત કરી હતી અને એક લિંક પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને ભેજાબાજે વોટસએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાઓ મોકલી તેમા ટુકડે ટુકડે વિવિધ બહાને કુલ 1,28,98,453 રૂૂપિયા ભરવડાવ્યા હતા અને સિનિયર સિટીઝનને વિશ્વાસમાં માટે તેમના બેંક ખાતામાં 1 હજાર રૂૂપિયા જમા કરાવ્યા હતા અને ત્યારબાદ 1,28,98,453 રૂૂપિયાની છેતરપિંડી કરી હતી.

વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત રાજકોટની આવતી હતી. આ ટીમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ ત્રણેય આરોપીએ સહ આરોપીઓ પાસેથી 10થી વધુ બેંક ખાતાઓ કમિશન પેટે લઇ ફ્રોડમાં ઉપયોગ કરવા માટે આગળ સહ આરોપીઓને સોપી દીધા હતા છે. જેના માટે તેમણે કમિશન લીધું છે. આ ઘટનામાં રવિ રાજુભાઇ વાળા (ઉ.વ. 26, રહે. રાજકોટ), ફિરોઝ ફારૂૂકભાઈ દોહિયા (ઉ.વ.26, રહે. રાજકોટ) અને મહમદઅકીલ અસલમભાઇ બેલીમ (ઉ.વ.31, રહે. રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *