સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાની ચોરી કરતી રાજકોટની ગેંગ ઝડપાઇ

બોટાદ એલસીબી પોલીસે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે બે મહિલા સહિત કુલ ચાર…

બોટાદ એલસીબી પોલીસે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે બે મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓમાં દેવેન દિલીપ કાચા, ડેનીસ અલ્પેશ સાવલિયા, નિકીતાબેન અલ્પેશ સાવલિયા અને વૈશાલીબેન દેવેન કાચાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ રાજકોટ શહેરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઈન, ચાર મોબાઈલ ફોન અને મહિન્દ્રા ડઞટ કાર સહિત કુલ રૂૂ. 11,06,350નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ ફોરવ્હીલર કારમાં ભીડભાડવાળા વિસ્તારોમાં પહોંચીને ખાસ કરીને સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા હતા. તેઓ નજર ચૂકવીને તેમની પાસેથી સોનાના દાગીનાની ચોરીને અંજામ આપતા હતા. બોટાદ એલસીબી હાલ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *