ચોટીલા દર્શને જતા રાજકોટના પરિવારની કારને નડયો અકસ્માત; પરિણીતાનું મોત

કુવાડવા પાસે અજાણ્યા વાહન ચાલકે કારને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; ચારને ઇજા રાજકોટમા રહેતો પરીવાર કાર લઇને ચોટીલા દર્શને જતો હતો. ત્યારે કુવાડવા પાસે અજાણ્યા…

કુવાડવા પાસે અજાણ્યા વાહન ચાલકે કારને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; ચારને ઇજા

રાજકોટમા રહેતો પરીવાર કાર લઇને ચોટીલા દર્શને જતો હતો. ત્યારે કુવાડવા પાસે અજાણ્યા વાહન ચાલકે કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હીટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલી પરીણીતાનુ મોત નીપજયુ હતુ. જયારે પિતા – પુત્રી સહીત 4 ને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં કોઠારીયા રોડ પર આવેલ કૈલાશ પાર્કમા રહેતા જયેશભાઇ ભોજક, તેની પત્ની શીતલબેન ભોજક (ઉ.વ. 43 ) , 7 વર્ષની પુત્રી અને પાંચ વર્ષનો પુત્ર તેમજ કોઠારીયા પાર્કમા રહેતા જયેશભાઇનાં ભાભી મીનાબેન હરેશભાઇ ભોજક (ઉ.વ. પ1 ) અને ભત્રીજો યશ હરેશભાઇ ભોજક (ઉ.વ. રર) જયેશભાઇની કાર લઇને ગઇકાલે ચોટીલા દર્શન કરવા જતા હતા. ત્યારે સાડા ચારેક વાગ્યાનાં અરસામા કુવાડવા પાસે પહોંચતા અજાણ્યા વાહન ચાલકે રાજકોટનાં પરીવારની કારને ઠોકરે ચડાવી હતી. હીટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા શીતલબેન ભોજકનુ સારવાર મળે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી . જયારે જયેશભાઇ અને તેની પુત્રીને સામાન્ય ઇજા પહોંચી હતી. જયારે મીનાબેન ભોજક અને તેનાં પુત્ર યશ ભોજકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.

પ્રાથમીક પુછપરછમા મૃતક શિતલબેન ભોજકને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. શિતલબેન ભોજક પરીવાર સાથે ચોટીલા દર્શને જતા હતા. ત્યારે અજાણ્યા વાહને કારને ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *