રાજકોટ ઉપર ઘેરાયું જળસંકટ, નર્મદા નીરની સરકાર પાસે માગણી

ચોમાસુ અડધુ પુરુ થવા આવ્યુ આમછતા રાજકોટવાસીઓની તરસી છીપાવતા ઘરઆંગણેના જળાશયોમાં હજુ સુધી જોઇએ તેવી મેઘકૃપા વરસી નથી. વરસાદના ગત રાઉન્ડમાં રેડ એલર્ટ જેવી સ્થિતિમાં…

ચોમાસુ અડધુ પુરુ થવા આવ્યુ આમછતા રાજકોટવાસીઓની તરસી છીપાવતા ઘરઆંગણેના જળાશયોમાં હજુ સુધી જોઇએ તેવી મેઘકૃપા વરસી નથી. વરસાદના ગત રાઉન્ડમાં રેડ એલર્ટ જેવી સ્થિતિમાં પણ માત્ર શાસ્ત્ર પુરતુ કહી શકાય તેટલુ ચરણામૃત સમાન નવુ પાણી આવ્યુ હતુ. હવે. જો વરસાદ ખેંચાશે તો શહેરમાં પીવાના પાણીની કટોકટી સર્જાય શકે તેમ છે. આગોતરા આયોજન માટે કરાર મુજબ હાલ બાકી રહેતુ 225 એમ.એલ.ડી.થી વધુ પણ પાણીની જરૂૂરિયાત હોય મ્યુનિ.કમિશનરે સરકારને પત્ર લખી નર્મદા નીરની માગણી કરી છે.

વરસાદના ગત રાઉન્ડમાં હાઇએલર્ટ વચ્ચે મનપાને એવી આશા હતી કે, મુસળધાર વરસાદમાં શહેરની મુખ્ય જીવાદોરી સમાન આજી-1 ડેમ અને ન્યારી-1 ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ જશે. જો આ બંને મુખ્ય જળાશયો છલકાઈ ગયા હોત તો રાજકોટ શહેર માટે આખા વર્ષના પીવાના પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો હોત. પરંતુ કુદરતનો મિજાજ કંઈક જુદો જ જોવા મળ્યો હતો અને ધારણા મુજબ ડેમોમાં પાણીની આવક થઈ શકી નથી. રેડ એલર્ટના દિવસોમાં 9 ઇંચ વરસાદ છતાં ડેમોમાં માત્ર 2 દિવસ ચાલે તેટલી જ પાણીની આવક થઇ હતી. રેડ એલર્ટના એ ત્રણ દિવસમાં શહેરમાં ભલે કુલ 9 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડી ગયો હોય, છતાં પણ શહેરના મુખ્ય જળાશયોના જળસ્તરમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. સ્થાનિક કચરાશ અને કેચમેન્ટ એરિયામાં ઓછો વરસાદ થવાને કારણે આજી-1 અને ન્યારી-1 ડેમમાં નવુ પાણી આવ્યુ નથી.

ડેમોમાં પૂરતી આવક ન થવાને કારણે વર્તમાન સ્થિતિએ રાજકોટવાસીઓએ પોતાના દૈનિક પીવાના પાણીની જરૂૂરિયાત પૂરી કરવા માટે હજુ પણ નર્મદાના નીર પર જ નિર્ભર રહેવું પડે તેમ છે. જો સ્થાનિક ડેમો ભરાયા હોત તો નર્મદાના પાણી પરની નિર્ભરતા ઘટી શકી હોત, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં રાજકોટ મહાનગરપાલિકા અને નાગરિકો માટે નર્મદા મૈય્યા જ આશાનું મુખ્ય કિરણ બની રહ્યા છે.

પાણી પુરવઠો ખોરવાય નહીં તે માટે નર્મદાનું પાણી સતત મેળવતા રહેવું રાજકોટ માટે અનિવાર્ય બની ગયું છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ લાંબો સમય ખેંચાશે તો રાજકોટ માટે પીવાના પાણીની ચિંતા અને ગંભીરતામાં મોટો વધારો થઈ શકે છે. આ સંભવિત જળસંકટને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન શરૂૂ કરી દેવામાં આવ્યું છે. મનપાએ ચોમાસા પહેલા સરકાર પાસે નર્મદાનું 800 એમઅસીએફટી પાણી માગ્યુ હતુ. એ પૈકી હજુ 250 એમસીએફટી પાણી બાકી છે. આ ક્વોટા ઉપરાંત પણ વધુ નર્મદા નીરની જરૂૂરિયાત પડશે તેવા આગોતરા આયોજન માટે મ્યુનિ.કમિશનરે સરકારમાં પત્ર લખી વધુ નર્મદા નીર આપવાની માગણી કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *