જામનગરના ગ્રામ્ય પંથકમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખાયા

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂૂનું દુષણ વધી ગયું હોવાથી સ્થાનિક ગ્રામ્યજનો પરેશાન બન્યા છે, અને ગ્રામ્ય વિસ્તાર માથી દારૂૂનું દુષણ કરવા માટે ઘુતારપર ગામ…

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂૂનું દુષણ વધી ગયું હોવાથી સ્થાનિક ગ્રામ્યજનો પરેશાન બન્યા છે, અને ગ્રામ્ય વિસ્તાર માથી દારૂૂનું દુષણ કરવા માટે ઘુતારપર ગામ અને આસપાસના ગામના લોકોએ એકત્ર થઈને રાજ્યના મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખવાના અભિયાનનો આજથી પ્રારંભ કરાયો છે, જેને લઈને ભારે આશ્ચર્ય ફેલાયું છે.

બજરંગપુર ગામના પાટીએ થી ગુજરાતમાં ચાલતી કાગળ પર ની દારૂૂબંધી અને ગામડે ગામડે મંડાયેલા દારૂૂના અડા અને હાટડા બંધ કરાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દારૂૂના દુષણને લીધે જામનગર ગ્રામ્ય તેમજ સૌરાષ્ટ્રના ગામડા બરબાદ થઈ રહયા છે. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે કે ગામડે ગામડે દેશી દારૂૂની ભઠ્ઠીઓ અને અડા ધમધમી રહયા છે.

પોલીસ અને તંત્રની મીઠી નજર હેઠળ દારૂૂના સ્ટેન્ડ ચાલી રહયા છે. પરપ્રાંતીય ખેત મજુરો, પવન ચકકી માં કામ કરતા મજુરો, સોલાર પ્રોજેકટોમાં કામ કરતા મજુરો માં દેશી દારૂૂનુ દુષણ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહયુ છે. જેના કારણે સાંજે અંધારૂૂ થતા ગામડાના માણસોનુ બહાર નીકળવુ મુશ્કેલ થઈ રહયુ છે.જેના કારણે ગામડાના લોકો માં રોષ ફાટી નીકળયો છે.

ગામડાના સ્થાનીક યુવાનો માં પણ દારૂૂ નુ વ્યશન ધર કરતુ જાય છે. જેના કારણે અનેક પરિવાર બરબાદ થઈ રહયા છે. તેમજ ચોરી-ચપાટી, મારામારી, ગુંડા ગીર્દી જેવા ગુનાઓ વધી રહ્યા છે.તેવો પણ આક્ષેપ કરી રહ્યા છે.

ગામડાઓ માં ચાલતા દારૂૂના અડાઓ કાયમી ધોરણે બંધ કરાવવા, ગામડા, ગામડાના યુવાનો અને પરીવાર બરબાદ થતા રોકવા અને બુટલેગરો સામે તાત્કાલીક કાર્યવાહી કરી દારૂૂના અડા, દારૂૂનુ વેચાણ બંધ કરાવવા મુખ્યમંત્રીને વિનંતી કરવા ગામડે ગામડેથી હજારો ની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખવા ના અભીયાનનો આરંભ ધુતા252ના બજરંગપુરના પાટીએ કરવા માં આવ્યો છે.

જામનગર તાલુકા ના ધુતારપર, ધુડશીયા, સુમરી, ખારાવેઢા, અમરાપર, જગા, મેડી, બજરંગપુર, વિજયપુર, ભરતપુર, ગાયત્રીનગર, નંદપુર, નવા વિ252, વરણા, પસાયા, બેરાજા, નાની માટલી ના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
દારૂૂના દુષણને નેસ્ત નાબુદ કરવા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન, આવેદન પત્ર આપવા, અને આર્ચયજનક કાર્યક્રમો કરવામાં આવશે, અને જરૂૂર પડ્યે દારૂૂના અડાઓ ઉપર જનતા રેડ કરવામાં આવશે, તેવી પણ ચીમકી અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *