રાજકોટ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી મુછારને SIRની શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ

રાજકોટ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી અને તાજેતરમાં સ્પેશ્યલ ઈન્ટેસીવ રિવિઝન (SIR)ની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ જિલ્લાના અધિક નાયબ ચૂંટણી અધિકારી એન.કે.મુછારને શ્રેષ્ઠ કામગીરી બદલ આવતીકાલ…

રાજકોટ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી અને તાજેતરમાં સ્પેશ્યલ ઈન્ટેસીવ રિવિઝન (SIR)ની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ જિલ્લાના અધિક નાયબ ચૂંટણી અધિકારી એન.કે.મુછારને શ્રેષ્ઠ કામગીરી બદલ આવતીકાલ તા. 25મીને રવિવારે રાષ્ટ્રીય મતદાન દિવસે રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાના અધિક નાયબ ચૂંટણી અધિકારી અને ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછારે લોકસભા ચૂંટણી દરમિયાન કરેલી શ્રેષ્ઠ કામગીરી અને તાજેતરમાં ચાલતી SIRની કામગીરીમાં નોંધપાત્ર કામગીરી કરી છે. આથી ચૂંટણી પંચ દ્વારા તેઓની પસંદગી ‘બેસ્ટ ઈલેક્ટોરલ પ્રેક્ટીસીસ એવોર્ડ-2025’ તરીકે રાજ્યના એકમાત્ર અધિકારીની કરવામાં આવી છે.

આ એવોર્ડ રવિવારે ગાંધીનગરમાં યોજાનાર રાષ્ટ્રીય મતદાતા મહોત્સવમાં રાજ્યપાલના હસ્તે એનાયત કરવામાં આવનાર હોય રાજકોટ જિલ્લાની ચૂંટણી ટીમમાં આનંદની લહેર છવાઈ છે. આ ઉપરાંત SIRની કામગીરીમાં રાજકોટ જિલ્લાના જસદણ અને ધોરાજીના ડે.કલેક્ટરની કામગીરીની પણ નોંધ લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *