રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર

જિલ્લા પંચાયતના સુકાનીઓની 25મીએ, તાલુકા પંચાયતની 23મીએ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા બાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ પૂર્ણ થઈ…

જિલ્લા પંચાયતના સુકાનીઓની 25મીએ, તાલુકા પંચાયતની 23મીએ ચૂંટણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા બાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે અને આજથી કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતના આંગણે હોવાથી મહાનગર, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ પર અંતિમ મોહર મારશે. ત્યારે હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ અને જિલ્લાના વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયત તેમજ તેની અંતર્ગત આવતી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિકાસ કમિશનર કે. એલ. બચાણી દ્વારા નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ન ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ 24 મે સવારે 11 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધીની છે. ત્યારબાદ 25 મી તારીખે બપોરે 12 વાગ્યે ચૂંટણી યોજાશે જે અંગેનો પરિપત્ર પણ જાહેર થઈ ગયો છે.

એવી જ રીતે તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી ની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે 22 મેના સવારે 11:00 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે અને ચૂંટણી 23 મેના થશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને બંને પક્ષો દ્વારા હાલ દાવ પેચ શરૂૂ કરવામાં આવ્યા છે. રાજકીય વર્તુળોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા નામ નક્કી કરી લેવામાં આવ્યા બાદ મેન્ડેડ આપવામાં આવશે ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી માત્ર વ્યવસ્થાના ભાગરૂૂપે યોજાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *