રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારી પૂર્ણ: 38 બિનહરીફ

ગાંધીનગર ખાતે આવતીકાલે પ્રાંત અધિકારીઓને અપાશે તાલીમ રાજકોટ જિલ્લામાં આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ…

ગાંધીનગર ખાતે આવતીકાલે પ્રાંત અધિકારીઓને અપાશે તાલીમ

રાજકોટ જિલ્લામાં આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કુલ 64 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સરપંચ પદ માટે કુલ 191 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી 2 ફોર્મ અમાન્ય ઠર્યા હતા, જ્યારે 189 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. સભ્ય પદ માટે કુલ 908 ફોર્મ ભરાયા હતા , જેમાંથી 5 ફોર્મ અમાન્ય અને 903 ફોર્મ માન્ય જાહેર કરાયા હતા. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ, સરપંચ પદ માટે 62 ઉમેદવારોએ અને સભ્ય પદ માટે 44 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.આખરી યાદી મુજબ, 20 ગ્રામ પંચાયતોના સરપંચ બિનહરીફ જાહેર થયા છે. જ્યારે 271 સભ્યો બિનહરીફ થયા છે. આ સાથે, કુલ 38 ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે.

હવે 22 જૂનના રોજ યોજાનાર મતદાનમાં, સરપંચ પદ માટે 107 ઉમેદવારો અને સભ્ય પદ માટે 588 ઉમેદવારો હરીફાઈમાં છે. જિલ્લાના કુલ 2.26 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂૂપે પાર પડે તે માટે, 2500 પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. સંવેદનશીલ બૂથો પર પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

આવતીકાલથી ગાંધીનગર ખાતે ચૂંટણી પંચ દ્વારા પ્રાંત અધિકારીઓની ચૂંટણીલક્ષી બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના પ્રાંત અધિકારીઓ પણ ભાગ લેશે. આ તાલીમને કારણે આવતીકાલે યોજાનાર રેવન્યુ બોર્ડ પણ રદ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *