રાજકોટ: લોકમેળાના ફોર્મ વિતરણ અને સ્વીકારવાની મુદત લંબાવાઇ

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા. 02/09/2026 થી તા. 06/09/2026 દરમિયાન લોકમેળા-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ…

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા. 02/09/2026 થી તા. 06/09/2026 દરમિયાન લોકમેળા-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ વિતરણ તથા સ્વીકારવાની સમયમર્યાદામાં લોકમેળા સમિતિ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. વધુ લોકો ભાગ લઈ શકે તે માટે અગાઉ જાહેર કરાયેલી 28 જુલાઈની સમયમર્યાદા લંબાવીને હવે તા. 29/07/2026 થી તા. 31/07/2026 સુધી ફોર્મનું વિતરણ અને પરત સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે.

ફોર્મ વિતરણ તથા પરત સ્વીકારવાની કામગીરી ઇન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડીંગ, રાજકોટ ખાતેથી કરવામાં આવશે. 31 જુલાઈ પછી ફોર્મ વિતરણ કે સ્વીકારવા માટે મુદત વધારો કરવામાં આવશે નહીં. કેટેગરી B, C, J અને K ના પ્લોટ/સ્ટોલ માટે અગાઉ 1 ઓગસ્ટ શનિવારના રોજ યોજાનાર ડ્રો હવે તારીખ 03/08/2026 સોમવારના રોજ યોજાશે.જ્યારે પ્લોટ/સ્ટોલની હરાજીની તારીખોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી તેમ લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ (શહેર-1) દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *