કિલો ફેટે રૂા.28ના ભાવ સાથે ગત વર્ષ કરતાં 64.24 કરોડની રકમ ચુકવાય: અકસ્માત વિમા કવચ રૂા.10 લાખ ચાલુ રાખવા નિર્ણય: પશુપાલકોને 89.90 લાખ સહાય ચૂકવાઇ
દહીંમાં 21 ટકા, છાશમાં 8 ટકા વેચાણમાં વધારો, 821 મંડળીઓમાં દૂધ ભાવની રકમ જમા કરાઇ, રૂા.13.12 કરોડ નફો થયો : રાજકોટના તમામ વોર્ડમાં ડેરી પાર્લર શરૂ કરવા જાહેરાત
રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની 65મી વાર્ષિક સાધારણ સભા સાથે 6 જિલ્લા કક્ષાની સાધારણ સભા અને બેંકના પૂર્વ ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ તથા વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ રાજકોટ મુકામે રાખવામાં આવેલ. આ સમારંભ ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ.
આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકનાં ચેરમેન અને જેતપુર મતવિસ્તારનાં ધારાસભ્યજયેશભાઈ રાદડીયા, કૃષિ અને પશુપાલન વિભાગનાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા, જળ સંપતિ વિભાગનાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજીક ન્યાય વિભાગનાં મંત્રી ભાનુબેન બાબરીયા, સહકાર વિભાગનાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઈફકો- ન્યુ અજયભાઈ પટેલ, ઈફકોના એમ.ડી. કે.જે.પટેલ, નાબાર્ડના સી.જી.એમ. બી.કે.સિંઘલ, સાંસદ સભ્યશ્રી પરસોતમ રૂૂપાલા, વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ ડિસ્ટ્રી. કો.-ઓપ. બેંકનાં વા.ચેરમેનશ્રી મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયા, રાજકોટ ડેરીનાં પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા તેમજ સંસદસભ્યો, ધારાસભ્યઓ અને સહકારી આગેવાનો હાજર રહહ્યા હતા.
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ સંઘની 65મી વાર્ષિક સાધારણ સભા સમક્ષ દૂધ સંઘનો અહેવાલ અને હિસાબો રજુ કરતા જણાવેલ હતુ કે સારા વરસાદ અને પશુઓમાં કુદરતી દૂધ વધવાને કારણે સમગ્ર રાજયમાં દૂધ ઉત્પાદન વધેલ છે. રાજકોટ દૂધ સંઘનું દૂધ સંપાદન પણ ગત વર્ષની સરખામણીએ 10.25% વધેલ છે જેથી સંઘે પ્રતિ કિલો ફેટે ઐતિહાસીક રૂૂા.65/- નસ્ત્રમિલ્ક ફાઈનલ પ્રાઈઝસ્ત્રસ્ત્ર માટે રૂૂા. 64.24 કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવેલ છે. સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ કિલોફેટનો ભાવ રૂૂા.871/-ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂૂા. 28/-વધુ ચુકવેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂૂા.13.12 કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને 20% લેખે શેર ડિવિડન્ડની રકમ રૂૂા.5.70 કરોડ ચુકવવામાં આવશે આમ, દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓને સંઘનાં નફામાંથી રૂૂા.69.94 કરોડ પરત ચુકવશે. દૂધ સંઘે માર્કેટીંગ વ્યવસ્થા ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરીને દૂધ, દહીં, છાશ,લસ્સી, ઘી, પેંડા અને અન્ય પેદાશોનું વેચાણ વધારવા પ્રયત્નો કરેલ છે.
સંઘે ગત વર્ષની સરખામણીએ દહીંનાં વેચાણમાં 21%, છાશનાં વેચાણમાં 8% નો વધારો થયેલ છે. સંઘે અમૂલ દહીં 850 ગ્રામ/ 5 કિલો અને અમૂલ મસ્તી દહીં 1 કિલો બકેટનું માર્કેટમાં લોન્ચીંગ કરેલ છે. સંઘે ગોપાલ બ્રાન્ડની બધી જ પ્રોડકટ એક જ સ્ટોરમાંથી મળી રહે તે હેતુથી અમુલ પાર્લરની જેમ રાજકોટ ડેરી પાર્લર શરૂૂ કરેલ છે અને રાજકોટ શહેરમાં વોર્ડ વાઈઝ રાજકોટ ડેરી પાર્લર શરૂૂ કરવાનું આયોજન છે.
સંઘે 727 દૂધ મંડળીઓ સાથે જોડાયેલા 40 હજાર દૂધ ઉત્પાદકોને રૂૂા.10 લાખનાં ગૃપ અકસ્માત વિમા પોલીસી લીધેલ હતી. જેનું ગત વર્ષે સંઘે 100% વિમા પ્રિમીયમ દૂધ ઉત્પાદકો વતી ભરેલ હતી. ગત વર્ષે 12 દૂધ ઉત્પાદકોનું અવસાન થતા તેના વારસદારોને રૂૂા.120 લાખની રકમ વિમા કંપની પાસેથી મંજુર કરાવીને ચુકવેલ હતી. આ વર્ષે પણ રૂૂા.10 લાખની ગૃપ અકસ્માત વિમા પોલીસી ચાલુ રાખવાની જાહેરાત કરેલ હતી.
દૂધ મંડળીઓ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની વિશ્વસનીયતા વધે તે માટે રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલ કુલ 821 દૂધ મંડળીઓના 60590 દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં અંતિમ દૂધ ભાવની રકમ રૂૂા. 64.24 કરોડ ડાયરેકટ જમા કરાવેલ છે. સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં અંતિમ દૂધ ભાવની રકમ ડાયરેકટ જમા કરવાની પહેલ કરતો પ્રથમ દૂધ સંઘ છે.
દૂધ સંઘનાં ઈન્ચાર્જ મેનેજીંગ ડીરેકટર જયકિશન ગાબરા સંઘના ભાવી આયોજન વિશે માહિતી આપતા જણાવેલ હતુ કે સંઘના દૂધ સંપાદનમાં આગામી વર્ષમાં વધારો થાય તે માટે દૂધ મંડળી અને દૂધ ઉત્પાદક કક્ષાએ વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે જે માટે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધારવા, દૂધ ઉત્પાદકો નવા પશુઓની ખરીદી કરે તે માટે પોત્સાહન આપવા અને દૂધ મંડળી સિવાય અન્ય જગ્યાએ દૂધ ભ2તા ગ્રાહકો દૂધ મંડળીમાં ભરાવે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. દૂધ અને દૂધની બનાવટોનાં વેચાણમાંથી નફો મેળવીને દૂધ ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ વધારવા આયોજન કરવામાં આવશે જે માટે 3000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં નવી એજન્સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ શરૂૂ કરવામાં આવશે.
ગુજરાત રાજય સરકારની સહાયથી પ્રતિ દિન 2 ટન કેપેસીટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે તેમજ દહીં ઉત્પાદન કેપેસીટી 30 ટન પ્રતિ દિવસ અને ઘી ઉત્પાદન કેપેસીટી 14 ટન પ્રતિ દિવસ કરવાનું આયોજન છે. જે રાજય સરકારશ્રીનાં પશુપાલન વિભાગની સહાય યોજના હેઠળ સ્થાપવામાં આવશે જેની મંજુરીની પ્રક્રિયા હાલ ચાલુ છે. સંઘનું નિયામક મંડળ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોનાં આર્થિક હિતને ધ્યાનમાં રાખીને ભાવી આયોજનો ગોઠવશે જેથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધના ભાવો આપી શકાય.
