રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે.
હાલની ઉનાળા ની શરૂૂઆત થતાં અને ગરમી ને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂૂા.10/- નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂૂા.780/- કરવા નિર્ણય નક્કી કરેલ છે. અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂૂા.770/-ચુકવવામાં આવી રહયો છે. દૂધ સંઘ દ્વારા તા. 01/03/2025 થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂૂા. 780/- ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂૂા. 775/- ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ 50 હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા તરફથી કરવામાં આવેલ છે.