રાજકોટના દંપતી પર ગાડી ચલાવવા બાબતે સક્કરબાગ નજીક ચાર શખ્સોનો હુમલો

રાજકોટના એક દંપતી પર શહેરમાં સક્કરબાગ પાસે રસ્તામાં ગાડી ચલાવવાની બાબતે બે શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી. સામા પક્ષે યુવકને 4 શખ્સ સામે માર…

રાજકોટના એક દંપતી પર શહેરમાં સક્કરબાગ પાસે રસ્તામાં ગાડી ચલાવવાની બાબતે બે શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી. સામા પક્ષે યુવકને 4 શખ્સ સામે માર માર્યો હતો. રાજકોટમાં સ્વામિનારાયણ ચોક પાસે આવેલ ગોકુલધામ સોસાયટીમાં દેવ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા 23 વર્ષીય નિરાલીબેન કાનાબાર અને તેમના પતિ કુલદીપભાઈ રાજેશભાઈ કાનાભાઈ પોતાની જીજે 03 પીએ 5816 નંબરની કાર લઈને બુધવારે બપોરે સાસણથી રાજકોટ જઈ રહ્યા હતા. આ દરમિયાન જૂનાગઢમાં સક્કરબાગ પાસે જીજે 11 બીજી 6768 નંબરના મોપેડ પર સવાર બે શખ્સોએ તેમની કાર પાસે આવી અડચણ ઊભી કરી હતી. દંપતીએ કારણ પૂછતા બંને શખ્સે ગાળો કાઢી કુલદીપભાઈ સાથે ઝપાઝપી કરી હતી. તેમજ કારનો સાઈડ ગ્લાસ તોડી રૂૂ. 5000નું નુકસાન કર્યું હતું.

મહિલાની ફરિયાદ આધારે પોલીસે શુભમ અજયભાઈ વડનગરા અને જસ્મીન બાબુભાઈ મકવાણા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. સામા પક્ષે શહેરમાં સકરબાગ સામે આવેલ બહાદુર બાગમાં રહેતા શુભમ અજયભાઈ વડનગરા નામનો યુવક તેના મિત્ર સાથે મોપેડ પર દોલતપરા જઈ રહ્યો હતો ત્યારે સક્કરબાગ પાસે જીજે 11 બીજી 6768 નંબરની કારના ચાલક સાથે ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ રાજકોટના કુલદીપભાઈ કાનાબાર, રીશપ કાનાબાર, વિશાલભાઈ શીંગાળા, યુગાંશ મજેઠીયાએ શુભમને ગાળો આપી થપ્પડ મારી હતી. પોલીસે યુવકની પણ ફરિયાદ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *