ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતેના કાર્યક્રમના અનુસંધાનમાં આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરના સરદાર બાગ અતિથિ ગૃહ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાં જ્યારે વોટ ચોર ગાદી છોડના મુદ્દે આદરણીય રાહુલજીને વ્યાપક જન સમર્થન મળી રહ્યું. છે ત્યારે આગામી તારીખ 31 ઓગસ્ટ 2025 ને રવિવારના રોજ બપોરે 3:00 વાગે અમદાવાદ ખાતે વોટ ચોર ગાદી છોડ મુદ્દે જંગી વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાંથી દરેક તાલુકા જિલ્લા દરેક ગામમાંથી વધુમાં વધુ સંખ્યામાં કાર્યકર ભાઈઓ બહેનો અને જાગૃત નાગરિકો જોડાય એ અર્થે દરેક જિલ્લા દરેક તાલુકા અને દરેક વોર્ડમાં આ અંગે કામગીરી ચાલી રહી છે. શહેરના વોર્ડ નંબર 1 થી 18 ના તમામ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો આ મોટર અધિકાર જનસભામાં જોડાયા એ માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારી અને આખરી ઓફ અપાઇ રહ્યો છે.આજના પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, હિતેશભાઈ વોરા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રલભાઈ રાજગુરુ, મહેશભાઈ રાજપુત, વશરામભાઈ સાગઠીયા નરેન્દ્રભાઈ સોલંકી, ગાયત્રીબા વાઘેલા ડો. હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ડી પી મકવાણા, અતુલ રાજાણી, સંજયભાઈ અજુડીયા, હરપાલસિંહ જાડેજા, દિપ્તીબેન સોલંકી, વૈશાલીબેન સિંદે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
