અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને જનતાના જીવંત પ્રશ્નો પ્રત્યે સરકારની સતત ઉદાસીનતા સામે હવે આરપારની લડત આપવાના સંકલ્પ સાથે તા. 16 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 1:00 કલાકે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આયોજિત ‘જન આક્રોશ સભા’માં ભાગ લેવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા સહિત શહેર કોંગ્રેસના હોદેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો દૃઢ નિશ્ચય સાથે ગાંધીનગર માટે રવાના થયા હતા.
રાજકોટથી કાર્યકરો જોરદાર સૂત્રોચ્ચાર અને જનહિતના સંકલ્પ સાથે પ્રસ્થાન કર્યા હતા. ગુજરાતમાં ખુલ્લેઆમ ફેલાયેલ ડ્રગ્સ અને દારૂૂનો ધંધો, યુવાનોને બેરોજગાર બનાવતી નિષ્ફળ નીતિઓ, ખેડૂતો પર સતત થતા અન્યાય, મહિલાઓની અસુરક્ષા, આદિવાસી સમાજના હકો પર થતા હુમલા, બેફામ મોંઘવારી અને વ્યાપક ભ્રષ્ટાચાર સામે હવે જનતા મૌન રહેવાની નથીઆ સ્પષ્ટ સંદેશ સાથે આ જન આક્રોશ સભામાં ઉપસ્થિતિ નોંધાવવામાં આવી રહી છે.
રવાના થવા પૂર્વે ડો. રાજદીપસિંહ જાડેજાએ તીવ્ર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે. ડ્રગ્સ અને દારૂૂના કાળા ધંધાએ યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે, છતાં સરકાર આંખ આડે કાન કરી બેઠી છે. રોજગારના નામે માત્ર જાહેરાતો થાય છે, જ્યારે હકીકતમાં યુવાનો ર્ેાંશ અને નિરાશ બની રહ્યા છે. આવી નિષ્ફળ અને જનવિરોધી નીતિઓ સામે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી રસ્તા પર ઉતર્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે જનતાના હકો માટેની આ લડત અટકશે નહીં. ગાંધીનગર ખાતે યોજાનારી આ ‘જન આક્રોશ સભા’ અન્યાયી નીતિઓ સામે સશક્ત જનઆંદોલનનું સ્વરૂૂપ ધારણ કરશે અને સરકારને જનતાના પ્રશ્નોનો જવાબ આપવા મજબૂર કરશે. રાજકોટ થી ડો. રાજદીપસિંહ જાડેજા સહિત જસવંતસિંહ ભટ્ટી, ડી પી મકવાણા,વશરામભાઈ સાગઠીયા ,નીતિનભાઈ ભંડેરી , હાજીભાઇ ઓડિયા,મુકુંદભાઈ ટાંક,માવજીભાઈ રાખસીયા ,કોમલબેન ભારાઈ,નયના જાડેજા,ગોવિંદભાઈ સભાયા ઠાકરશીભાઈ ગજેરા,સિકંદરભાઈ ડાકોરા,રાજુભાઈ આમરણીયા જીગ્નેશભાઈ જાડેજા કમલેશભાઈ વેકરીયા સુરેશભાઈ ગરૈયા નંદાભાઈ ડાંગર ભરતભાઈ કુમારખાણીયા રાજુભાઈ ચાવડા,સલીમભાઈ કારીયાણીયા શૈલેષભાઈ ટાંક, દીપેનભાઈ ભગદેવ હરેશભાઈ પરમાર, મલિંદભાઈ પરમાર, કલ્પેશભાઈ વાઘેલા, ભુપેન્દ્રસિંહ પઢરીયા, આરીફભાઈ ધોણીયા, સાકીરભાઈ ધોણીયા, ફેજલભાઈ, અગવાન, ગીરીશભાઈ પટેલ, રાજેશભાઈ બાબીયા,હરેશભાઈ ભારાઈ, પ્રવીણભાઈ રોજાસરા, મનિષાબેન રોજાસરા, ચિંતનભાઈ દવે, શૈલેષભાઈ સાકરીયા જયદેવભાઈ જડુ, સુરેશભાઈ ઈદ્રોડીયા, ગૌરવભાઈ ખીમસુરીયા, પ્રશાંતભાઈ મકવાણા, કૃણાલભાઈ ચૌહાણ, હિમાંશુભાઈ સોલંકી, ભાવેશભાઈ વાઘેલા મુકેશભાઈ મકવાણા, મેહુલભાઈ મકવાણા, નવનીતભાઈ ચૌહાણ સહિત આગેવાનો અને કાર્યકરો રવાના થયા હતા.
