રાજકોટ-અમદાવાદ-સુરત જિલ્લા પંચાયત પ્રમુખ પદ OBCના ફાળે, 34 જિલ્લા પંચાયતનું રોટેશન જાહેર

17 જિલ્લા પંચાયતમાં સામાન્ય વર્ગને પ્રમુખ પદ: દ્વારકા અને બનાસકાંઠા એસસી મહિલાઓ માટે અનામત ગુજરાતમાં જિલ્લા- તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે ગુજરાત રાજ્ય…

17 જિલ્લા પંચાયતમાં સામાન્ય વર્ગને પ્રમુખ પદ: દ્વારકા અને બનાસકાંઠા એસસી મહિલાઓ માટે અનામત

ગુજરાતમાં જિલ્લા- તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને મહત્વની જાહેરાત કરી છે. રાજ્યની કુલ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખ પદ માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી (રોટેશન) જાહેર કરી દેવામાં આવી છે.

આ જાહેરાતમાં અનુસૂચિત જાતિ (SC) માટે 2, અનુસૂચિત જનજાતિ (ST) માટે 8, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC/OBC) માટે 7 અને સામાન્ય (જનરલ) માટે 17 જિલ્લા પંચાયત પ્રમુખ પદની અનામત ફાળવણી કરવામાં આવી છે. કેટલીક બેઠકોમાં મહિલાઓ માટે પણ અનામત રાખવામાં આવી છે. કુલ મહિલા અનામતનું પ્રમાણ 50% જેવું રાખવામાં આવ્યું છે.

એસ.સી. મહેલાઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને બનાસકાંઠા જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનામત રખાયું છે. જયારે અનુ.જનજાતિ માટે આણંદ, દાહોદ (મહિલા), ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા (મહિલા) અને તાપી (મહિલા) અનામત રખાયેલ છે.

જુનુ ઓબીસી અને નવુ સામાજિક અને આર્થિક પછાત વર્ગ (એસઇબીસી) અમદાવાદ, રાજકોટ, સુરત (સામાન્ય SEBC) અને સાબરકાંઠા, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ (SEBC મહિલા) માટે અનામત જાહેર કરાયા છે.

17 જિલ્લા પંચાયતના પ્રમુખ પદ સામાન્ય ઉમેદવાર માટે જાહેર કરાયા છે તેમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મહિસાગર, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ અને પોરબંદર. આ બેઠકોમાં કોઈપણ વર્ગના ઉમેદવાર ઉમેદવારી કરી શકે છે, જેમાં 8 મહિલા અનામત છે.

આ અનામત ફાળવણી નિયમો અનુસાર કરવામાં આવી છે જેથી વારાફરતી દરેક વર્ગને તક મળે. હાલમાં મતદાર યાદી પણ તૈયાર થઈ ગઈ છે. આગામી થોડા સમયમાં તાલુકા પંચાયતોની અનામત યાદી પણ જાહેર થઈ શકે છે અને ચૂંટણીની તારીખો પણ જલદી જાહેર થવાની સંભાવના છે.

આ ફાળવણી ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી (અનામત બેઠકોની વારાફરતી ફાળવણીની રીત) નિયમો અનુસાર કરવામાં આવી છે. તાજેતરમાં જ મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે અને આગામી એક મહિનામાં ચૂંટણી તારીખો જાહેર થવાની સંભાવના છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *