NEET UG મામલે રાજકોટ AAPનો અનોખો વિરોધ

સમગ્ર દેશમાં હાલ નીટ યુજી પેપર લીક કૌભાંડનો વિરોધ થઈ રહ્યો છે વિરોધ પક્ષ ભાજપને આડેહાથ લઈ રહ્યું છે ત્યારે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી…

સમગ્ર દેશમાં હાલ નીટ યુજી પેપર લીક કૌભાંડનો વિરોધ થઈ રહ્યો છે વિરોધ પક્ષ ભાજપને આડેહાથ લઈ રહ્યું છે ત્યારે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ નોંધવામાં આવ્યો હતો જેમાં ઝાલમૂડી ખવડાવી કહેવાયું કે હવે વિદ્યાર્થીઓ પાસે આ સિવાય કોઈ અન્ય વિકલ્પ રહ્યો નથી જે બાદ પોલીસે તમામ આગેવાનોની અટકાયત કરી હતી. ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ પ્રવેશ માટે નેટ પરીક્ષાનું પેપર રાજસ્થાન થી ખૂટયું હતું જે બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેતા 22 લાખથી વધુ વિદ્યાર્થીઓમાં ઉહાપો જોવા મળ્યો હતો.

આ દરમિયાન હાય રે ભાજપ, હાય રે NTAના નારા લગાવતા કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. રાજકોટ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 11 ના પ્રમુખ દિલીપ વોરાએ જણાવ્યું હતું કે, જે ગઊઊઝ નું પેપર ફૂટી જવાની ઘટના સામે આવી છે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે તેમ છતાં પણ સરકાર દ્વારા પગલાં લેવામાં આવતા નથી. તેઓ કહે છે કે અમને ગુનેગારોને છોડશું નહીં પરંતુ પકડવામાં પણ નથી આવતા અને છાવરવામાં આવે છે. જે પૈસા લઈ અને પેપર ફોડે છે તે ભાજપ પક્ષનો જ કાર્યકર્તા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *