રાજકોટ મ્યુ. કો. સ્ટેન્ડિંગ કમિટીનાં પુર્વ ચેરમેન રાજભા ઝાલાએ અખબારી યાદીના માધ્યમથી જણાવ્યુ છે કે રેલનગર કો. ઓ. હા સોસાયટીનાં ગેરકાયદેસર એટલે કે કાયદાકીય પ્રક્રીયાને અનુસર્યા વગર બની બેઠેલા પ્રમુખ કિશોરસિંહ મંગળસિંહ સોઢા વિરુધ્ધ સોસાયટીનાં સભાસદોમા અસંતોષ પ્રવર્તો હતો તે વાત રાજભાનાં ધ્યાન પર આવતા રાજભાએ માહીતી અધિકારી હેઠળ માંગેલી માહીતીનાં આધારે જાણમા આવ્યુ કે વર્તમાન પ્રમુખ કિશોરસિંહ સોઢાનાં પિતા મંગળસિંહ સોઢા સોસાયટીની સ્થાપનાકાળથી આજીવન પ્રમુખ રહયા તેમનાં અવસાન બાદ સીધા જ કોઇ કાયદેસરની પ્રક્રીયા જેવી કે સાધારણ સભા બોલાવીને વ્યવસ્થાપક કમીટીનાં મેમ્બર નકકી થાય ત્યારબાદ વ્યવસ્થાપક કમીટી મેમ્બર હોય તેમાથી જ પ્રમુખની નીમણુંક થઇ શકે તેવી કોઇ જ પ્રક્રીયાને અનુસર્યા વગર સીધાજ મનસ્વી રીતે સભાસદોની જાણ બહાર પ્રમુખ બની બેઠા છે માહીતી અધિકાર હેઠળ સોસાયટીનાં ઓડીટ મેમોમા માંગેલ વ્યવસ્થાપક કમીટીની મીટીંગનાં હાજરીપત્રક મુજબ તા. 10/01/17 નાં રોજ સીધા જ પ્રમુખ તરીકે કિશોરસિંહ સોઢાને દર્શાવેલ છે તે પહેલાની સોસાયટીની વ્યવસ્થાપક કમીટીની છેલ્લી મીટીંગનાં ઓડીટ મેમોનાં હાજરી પત્રક મુજબ 6-11-16 નાં મળેલ તેમા પ્રમુખ તરીકે મંગળસિંહ સોઢા દર્શાવેલ છે એ મીટીંગમા કિશોરસિંહ સોઢા વ્યવસ્થાપક કમીટીનાં મેમ્બર પણ ન હતા.
મંગળસિંહ સોઢાનાં અવસાન બાદ મળેલ પ્રથમ મીટીંગમા સીધા જ કિશોરસિંહ સોઢા પ્રમુખ તરીકે આવી ગયા છે જે નીયમો વિરુધ્ધ છે. રાજભાનાં વધુમા જણાવ્યા મુજબ કિશોરસિંહ સોઢાનાં સોસાયટીનાં પ્રમુખ તરીકેનાં મનસ્વી વલણથી નારાજ હોય તેવા લોકોને પ્રમુખ વિરુધ્ધ લડત કરવા આહવાન કરી પત્રીકા રેલનગર સોસાયટીનાં ઘરેઘરે વિતરણ કરી અને તે પત્રીકા વાંચીને અનેક સભાસદોએ રાજભાનો સંપર્ક કરીને પ્રમુખની જોહુકમી વિરુધ્ધ રજુઆત કરેલ અને સોસાયટીમા સભાસદનાં નામ ટ્રાન્સફર બાબતે પણ સોસાયટીએ ઠરાવેલ રકમ ઉપરાંતની રકમ પ્રમુખને આપવામા આવે તોજ નામ ટ્રાન્સફર કરી દે છે તેવી પણ રજુઆતો આવેલ સોસાયટીનાં જ અમુક સભાસદોની લાગણી હતી કે સોસાયટીનાં પ્રમુખની જોહુકમીનો ભોગ ઘણા સભાસદો બન્યા છે પરંતુ કાયદાકીય અજ્ઞાનતાને કારણે પ્રમુખની દાદગીરી સહન કરીને બેઠા છે તે વાતને ગંભીરતાથી લઇને રાજભાએ સભાસદોને આશ્ર્વસ્થ કર્યા અને જણાવેલ કે હુ પ્રમુખ વિરુધ્ધની તમામ કાયદેસરની લડતની આગેવાની લેવા તૈયાર છુ. સોસાયટીનાં સભાસદોની મીટીંગ યોજો તે અનુસંધાને આગામી રવીવારે સાંજે પ વાગ્યે સોસાયટીનાં કોમન પ્લોટ આનંદ સ્કુલની બાજુમા મીટીંગનુ આયોજન કરેલ છે તો પ્રમુખની જોહુકમીનો ભોગ બનેલા સભાસદોને મીટીંગમા ઉપસ્થીત રહેવા રાજભા ઝાલાએ આહવાન કરેલ છે.
