93 જગ્યાએ ભરાય છે વરસાદી તળાવ, ગ્રીન-યલ્લો-રેડ ઝોનમાં વિભાજીત

ઝોન પ્રમાણે વોટર વકર્સ અને ફાયર બ્રિગેડ સહિતની ડિઝાસ્ટર ટીમ બનાવાઇ : જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનર રહેશે નોડલ ઓફિસર રાજકોટમાં એકધારો ત્રણથી ચાર ઇંચ વરસાદ…

ઝોન પ્રમાણે વોટર વકર્સ અને ફાયર બ્રિગેડ સહિતની ડિઝાસ્ટર ટીમ બનાવાઇ : જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનર રહેશે નોડલ ઓફિસર

રાજકોટમાં એકધારો ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે એટલે શહેરના સંખ્યાબંધ વિસ્તારો બેટમાં ફેરવાઇ જાય છે. તેની પાછળના અનેક કારણો છે. વોંકળા વેંચીને બાંધકામ માટે મંજૂરી આપવાના મનપાના ‘વહીવટ’ના પાપે દર ચોમાસે શહેરીજનો હેરાન થઇ રહ્યા છે. વરસાદી પાણી કઇ-કઇ જગ્યાએ ભરાય છે તેના સતાવાર સર્વે બાદ મનપાએ વિસ્તારની યાદી જાહેર કરી છે. ભારે વરસાદમાં આ વિસ્તારમાંથી નીકળતી વખતે સાવચેત રહેવાનો અનુરોધ મનપાએ કર્યો છે.

શહેરમાં ભારે વરસાદીમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગોતરા આયોજન અને જરૂૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તંત્રે કરેલા સર્વે મુજબ આવા કુલ 93 સ્થળ એવા છે કે જ્યા વરસાદી તળાવ ભરાય છે. આવા સ્થળને ત્રણ ઝોનમાં વિભાજીત કરવામા આવ્યા છે. જેમા અડધ કલાકમાં પાણી ઓસરી જાય તેવા વિસ્તારને ગ્રીન ઝોનમાં, એક કલાકમાં પાણી ઓસરી જાય તેને યલ્લો ઝોન અને બે કલાકથી વધુ સમય થાય તેને રેડ ઝોનમાં વિભાજીત કરાયા છે.

આવા સ્થળ પર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નિયુક્ત એજન્સીના માણસો સતત સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખશે. જ્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે ત્યાં તાત્કાલિક ધોરણે પંપિંગ મશીનરી તથા અન્ય જરૂૂરી સાધનોની મદદથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે.

વરસતા વરસાદે સીસીટીવી ક્ધટ્રોલ રૂમ પર સતત નજર રખાશે
નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને વાહનવ્યવહાર તથા જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. ઉપરાંત સંબંધિત વિભાગોની ટીમોને એલર્ટ રાખવામાં આવશે. કઇ જગ્યાએ કેટલુ પાણી ભરાયુ છે તે જોવા માટે મનપાના સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમમાં સતત નજર રાખવામાં આવશે.

વરસતા વરસાદે માત્ર એક ઇંચથી પાણી ભરાતુ હોય ત્યા લાંબાગાળાનું આયોજન
શહેરના એવા અનેક વિસ્તારો છે જેમકે બીઆરટીએસ ટ્રેકની બન્ને બાજુ, માધાપર ચોકડી, રેલનગર બ્રીજ અને તેની આસપાસ, રૈયા રોડ પર આઝાદા ચોક આવા જે વિસ્તાર છે ત્યા ઉપરવાસમાંથી પાણી આવતુ હોય છે અને રકાબી આકારના આવા સ્થળે પાણી ભરાય છે. તેના માટે કાયમી ઉપાય લાવવા લાંબાગાળાનું પ્લાનીંગ કરવા માટે વોટર વકર્સ, ભૂગર્ભ, બાંધકામ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને સુચના આપી દેવામા આવી છે. આ પ્લાનીંગ આવ્યા પછી ચોમાસુ ભલે જતુ રહ્યુ હોય પણ આવતા ચોમાસા સુધી આ લાંબાગાળાના આયોજન મુજબના કામ પુરા કરી દેવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *