રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. રાજ્યમાં વરસાદની બે સિસ્ટમ એક્ટિવ હોવાથી વર્સસની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રીજીથી નવમી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે. રાજ્યના મોટાભાગ જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની મુજબ, ત્રીજી અને ચોથી સપ્ટમ્બરે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ,સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
પાંચમી અને છઠ્ઠી સપ્ટમ્બરે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અને કચ્છમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતાઓ છે.
સાતમી, આઠ અને નવમી સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
