રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 35 તાલુકામાં વરસાદ 1 ઈંચથી વધુ હતો. આ સથે જ ધરમપુરમાં સવા ચાર, ઉમરગામમાં 4, ખેરગામમાં 4 ઈંચ, હાંસોટ અને ઓલપાડમાં પોણા ચાર ઈંચ, વઘઈ, વાલિયામાં સાડા 3-3 ઈંચ, ઉમરપાડામાં 3, માંગરોળમાં અઢી, વલસાડ શહેરમાં અઢી ઈંચ, આહવા, સુબીર, કામરેજમાં બેથી અઢી ઈંચ, બારડોલી, અંકલેશ્વર, ચીખલીમાં વાંસદામાં દોઢથી 2 ઈંચ, વ્યારા, સુરત શહેર, નેત્રંગમાં સવાથી દોઢ ઈંચ, ડેડિયાપાડા, પલસાણા, ગરબાડા, વાલોદ, સાગબારામાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યારસુધી કુલ ચાર જિલ્લામાં 1060 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે 189 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. હવામાન વિભાગ દ્વારા આજે (20મી જૂન) ડાંગ-નવસારી-વલસાડમાં રેડ જ્યારે દાહોદ-મહીસાગર-ભરૂચ-સુરત-તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
