ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં છે. ગયા વર્ષે, ટીમ ઈન્ડિયાએ નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં અહીં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. આ વખતે, પાંચ મેચની ટી20 સિરીઝ નવા ટી20 કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં રમાશે. સિરીઝની પહેલી મેચ આજે બુધવાર, 1 જુલાઈના રોજ ડરહામ કાઉન્ટીના હોમ ગ્રાઉન્ડ રિવરસાઇડ સ્ટેડિયમ (ચેસ્ટર-લે-સ્ટ્રીટ) ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા પહેલી વાર આ મેદાન પર ટી20 મેચ રમશે. પરંતુ શું આ મેચ થશે? હવામાન આગાહી જોતાં, સંકેતો સારા નથી. ઇંગ્લેન્ડમાં ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવી મુશ્કેલ હોય છે. જોકે ત્યાં ઉનાળો છે. ઇંગ્લેન્ડમાં ઉનાળા દરમિયાન પણ વરસાદ ચાલુ રહે છે. તેના કારણે ઘણી ક્રિકેટ મેચો ઘણીવાર રદ કરવામાં આવે છે. આજની ભારત-ઇંગ્લેન્ડ મેચમાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવેલી છે. બીબીસી વેધર પર એક નજર નાખતાં ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં આજનું સાંજનું હવામાન અનુકૂળ દેખાતું નથી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:00 વાગ્યે શરૂૂ થશે. આનો અર્થ એ કે જ્યારે મેચ શરૂૂ થશે ત્યારે ઇંગ્લેન્ડમાં સાંજે 5:30 વાગ્યા હશે. બીબીસી વેધર સૂચવે છે કે ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં સાંજે 5:00 વાગ્યા પછી વરસાદની અપેક્ષા છે. આગાહી મુજબ, સાંજે 5:00 વાગ્યા પછી 43% વરસાદની શક્યતા છે. સાંજે 6:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા દરમિયાન, વરસાદની 66% શક્યતા છે. આ પછી પણ, આખી રાત સતત વરસાદ પડવાની 44થી 45 ટકા શક્યતા છે.
આનો અર્થ એ છે કે ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે શરૂૂ થનારી અને સવારના 2 વાગ્યા સુધી ચાલનારી મેચ વરસાદને કારણે સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે. આ ચિંતા એટલા માટે પણ છે કે રિવરસાઈડ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો અનુભવ સારો રહ્યો નથી. અહીં ભારત પ્રથમ વખત ટી20 મેચ રમશે. અત્યાર સુધી આ મેદાન પર ટીમ ઈન્ડિયાએ માત્ર 2 વનડે મેચ રમી છે. બંને વરસાદને કારણે સંપૂર્ણપણે ખોરવાઈ છે. પહેલી મેચ 2002માં નેટવેસ્ટ ટ્રોફી દરમિયાન રમાઈ હતી. જ્યારે બીજી મેચ 2011માં રમાઈ હતી. બંને મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ ઈંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન વરસાદ શરૂૂ થતાં મેચ રદ કરવી પડી હતી.
વૈભવને રમાડાશે કે નહીં?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝ શરૂૂ થઈ રહી છે જે જોકે સૌથી મોટો મુદ્દો 15 વર્ષના બેટિંગ-સ્ટાર વૈભવ સૂર્યવંશી નો છે, કારણકે આયરલેન્ડ સામેની બન્ને ટી-20માં તેને ન રમાડવાની ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટે જે મોટી ભૂલ કરી એ પછી હવે તેને બ્રિટિશરો સામેના પ્રથમ મુકાબલામાં રમાડવામાં આવશે કે પછી તેનું ડેબ્યૂ ફરી વિલંબમાં મુકાશે એ લાખ રૂૂપિયાનો સવાલ છે. જોકે તાજેતરની આઇપીએલમાં હાઇએસ્ટ 776 રન બનાવનાર વૈભવને એકેય મેચમાં રમવાની તક નહોતી અપાઈ. સૂર્યાંશ શેડગે જેવા અજાણ્યા અને ઓછા સફળ ઑલરાઉન્ડરને ડેબ્યૂનો મોકો અપાયો, પણ વૈભવને અવગણવામાં આવ્યો હતો. જોકે બેલફાસ્ટમાં પેસ બોલર્સને વધુ ફાયદો કરાવતી પિચને અને પરિસ્થિતિને કોઈ પણ ભારતીય બેટ્સમેન અનુકૂળ નહોતો થઈ શક્યો એટલે વૈભવે પણ કદાચ સંઘર્ષ કરવો પડ્યો હોત.
